________________
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ
૧૦૩ સાતમો વક્ષસ્કાર :
જબૂદ્વીપમાં બે ચંદ્રો, બે સૂર્યો, છપ્પન નક્ષત્રો અને ૧૭૬ મહાગ્રહો પ્રકાશ કરે છે (૧૨૬). આગળ સૂર્યમંડળોની સંખ્યા વગેરે (૧૩૦-૧૩૨), એક મુહૂર્તમાં ગમન (૧૩૩), દિવસ અને રાત્રિનું માપ (૧૩૪), સૂર્યના આતપનું ક્ષેત્ર (૧૩૫), સૂર્યનું અંતર વગેરે (૧૩૬-૧૩૮), સૂર્યનો ઊર્ધ્વ અને તિર્યક્ તાપ (૧૩૯-૧૪૦), ચંદ્રમંડળોની સંખ્યા વગેરે (૧૪૩-૧૪૭), એક મુહૂર્તમાં ચન્દ્રની ગતિ (૧૪૮), નક્ષત્રમંડળો આદિ (૧૪૯) ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે તથા સૂર્યના ઉદયાસ્ત સંબંધી કેટલીક મિથ્યાધારણાઓ બતાવવામાં આવી છે (૧૧૦).
સંવત્સરો પાંચ હોય છે – નક્ષત્ર, યુગ, પ્રમાણ, લક્ષણ અને શનૈશ્ચર. આ બધાના અવાંતર ભેદોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે (૧૫૧). સંવત્સરના માસ, પક્ષ વગેરેનો ઉલ્લેખ કરતાં બતાવવામાં આવ્યું છે કે કરણ ૧૧ હોય છે (૧૫ર૧૫૩). આગળ ઉપર સંવત્સરાધિકાર (૧૫૪), નક્ષત્રાધિકાર (૧૫૫-૧૫૬), નક્ષત્રોના દેવતા (૧૫૭-૧૫૮), નક્ષત્રોનાં ગોત્ર અને આકાર (૧૫૯), નક્ષત્ર, ચંદ્ર અને સૂર્યનો યોગકાળ (૧૬૦), નક્ષત્રોનાં કુળ વગેરે (૧૬૧), વર્ષાકાળ વગેરેમાં નક્ષત્રોનો યોગ (૧૬૨), ચંદ્ર, સૂર્ય અને તારામંડળનો પરિવાર (૧૬૨૧૬૪), નક્ષત્રોનો આત્યંતર સંસ્થાન-વિસ્તાર (૧૯૫), ચંદ્ર વગેરે વિમાનોને વહન કરનારા દેવી-દેવતાઓ (૧૬૬), ચંદ્ર, સૂર્ય, ગ્રહો અને નક્ષત્રોની ગતિની તુલના (૧૯૭-૧૬૯), જ્યોતિષ્કન્દ્રોની અઝમહિષીઓ અને દેવોની સ્થિતિ (૧૭૦), નક્ષત્રોના અધિષ્ઠાતા (૧૭૧), ચંદ્ર વગેરેનું અલ્પબદુત્વ અને જિન વગેરેની સંખ્યા (૧૭૨-૧૭૩) અને જંબૂદ્વીપનો વિસ્તાર વગેરેનો ઉલ્લેખ છે (૧૭૪–૧૭૬).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org