________________
જંબુદ્દીપપ્રજ્ઞપ્તિ
૧૦૧ મંગળ, પૂર્ણકલશ, ભંગાર, છત્ર, પતાકા અને દંડ વગેરે સ્થાપિત કરવામાં આવ્યાં. પછી ચક્રરત્ન, છત્રરત્ન, ચર્મરત્ન, દંડરત્ન, અસિરત્ન, મણિરત્ન, કાકણિરત્ન અને ત્યારબાદ નવ નિધિઓ રાખવામાં આવ્યાં. ત્યારબાદ અનેક રાજાઓ, સેનાપતિરત્ન, ગૃહપતિરત્ન, વધેકિરત્ન, પુરોહિતરત્ન અને સ્ત્રીરત્ન ચાલી રહ્યાં હતાં. પછી બત્રીસ પ્રકારના નાટકોના પાત્રો તથા સૂપકાર, અઢાર શ્રેણી-પ્રશ્રેણી અને તેમની પાછળ ઘોડા, હાથી તથા અનેક પદાતિ ચાલી રહ્યાં હતાં. ત્યારપછી અનેક રાજાઓ, ઈશ્વરો વગેરે હતા અને તેમની પાછળ અસિ, યષ્ટિ, કુંત વગેરે વહન કરનાર તથા દેડી, મુંડી, શિખંડી વગેરે હસતા, નાચતા અને ગાતા ચાલી રહ્યા હતા. ભરત ચક્રવર્તીની આગળ આગળ મોટા અશ્વો, અશ્વધારીઓ, બંને બાજુ હાથીઓ, હાથીસવારો અને પાછળ પાછળ રથસમૂહ ચાલી રહ્યા હતા. અનેક કામાર્થીઓ, ભોગાર્થીઓ, લાભાર્થીઓ વગેરે ભરતની સ્તુતિ કરતા કરતા ચાલી રહ્યા હતા. પોતાના ભવનમાં પહોંચીને ભરત ચક્રવર્તીએ સેનાપતિરત્ન, ગૃહપતિરત્ન, વધેકિરત્ન અને પુરોહિતરત્નનો સત્કાર કર્યો, સૂપકારો, અઢાર શ્રેણી-પ્રશ્રેણી તથા રાજાઓ વગેરેનું સન્માન કર્યું તથા અનેક ઋતુકલ્યાણિકાઓ, જનપદકલ્યાણિકાઓ અને વિવિધ નાટકો વડે વેષ્ટિત સ્ત્રીરત્ન સાથે આનંદપૂર્વક જીવનયાપન કરવા લાગ્યો (૬૭).
એક દિવસ ભરતે પોતાના સેનાપતિ વગેરેને બોલાવીને મહારાજયાભિષેકની તૈયારી કરવા આદેશ ક્ય. અભિષેકમંડપમાં અભિષેક-આસન સજાવવામાં આવ્યું. તેની ઉપર ભરત ચક્રવર્તી પૂર્વ તરફ મોઢું રાખીને બેઠો. માંડલિક રાજાઓએ ભરતની પ્રદક્ષિણા કરી જય-વિજય વડે તેને વધાવ્યો, સેનાપતિ, પુરોહિત, સૂપકાર, શ્રેણીપ્રશ્રેણી વગેરેએ તેનો અભિષેક કર્યો અને તેને હાર તથા મુકુટ વગેરે બહુમૂલ્ય આભૂષણો પહેરાવ્યાં. નગરીમાં આનંદમંગળ મનાવવામાં આવ્યું (૬૮).
એક વખતની વાત છે. ભરત ચક્રવર્તી પોતાના આદર્શગૃહ (આયનાઘર)માં સિંહાસન પર બેઠો હતો તે સમયે તેને કેવળજ્ઞાન થયું. ભરતે તે જ વખતે આભરણો અને અલંકારોનો ત્યાગ કરી પંચમુષ્ટિ લોન્ચ કર્યો અને રાજ્ય છોડી અષ્ટાપદ પર્વત પર પ્રસ્થાન કર્યું. ત્યાં તેણે નિર્વાણપદ પ્રાપ્ત કર્યું (૭૦). ચોથો વક્ષસ્કાર :
આમાં નીચેના વિષયો છે – શુદ્રહિવત પર્વતનું વર્ણન (૭૨), આ પર્વતની વચ્ચે પદ્મ નામનું એક સરોવર (૭૩). ગંગા, સિંધુ, રોહિતાયા નદીઓનું વર્ણન (૭૪), ક્ષુદ્રહિમવત્ પર્વત પર અગિયાર કૂટોનું વર્ણન (૭૫), હૈમવતક્ષેત્રનું વર્ણન (૭૬), આ ક્ષેત્રમાં શબ્દાપાતી નામક વૈતાઢ્યનું વર્ણન (૭૭), મહાહિમવત્ પર્વત અને તે પર્વતના મહાપર્વધ નામે સરોવરનું વર્ણન (૭૮-૭૯), હરિવર્ષનું પર્ણન (૮૨), નિષધ પર્વત અને તે પર્વતના તિબિંછ નામે સરોવરનું વર્ણન (૮૩-૮૪),
એ.આ.- ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org