________________
જંબુદ્વીપપ્રાપ્તિ
૯૯ પ્લેચ્છ ભાષાઓનો પંડિત હતો. તે પોતાના હાથી પર બેસીને સિંધુ નદીના કિનારે પહોંચ્યો અને ત્યાંથી ચામડાની નૌકા દ્વારા નદીમાં પ્રવેશ કરીને તેણે સિંહલ, બર્બર, અંગકોક, ચિડાયલોક (ચિલાય અર્થાત્ કિરાત), યવનપ્લીપ, આરબક, રોમક, અલફંડ (અલેક્સેન્દ્રિયા) તથા પિમ્બુર, કાલમુખ અને જોનક (યવન) નામે પ્લેચ્છો તથા ઉત્તર વૈતાઢ્યમાં રહેનારી મ્લેચ્છ જાતિ અને દક્ષિણ-પશ્ચિમથી લઈને સિંધુસાગર સુધીનો પ્રદેશ તથા સર્વપ્રવર કચ્છ દેશને જીતી લીધો. સુષેણ વિજયી થતાં અનેક જનપદો અને નગરો વગેરેના સ્વામીઓ સેનાપતિની સેવામાં અનેક આભરણી, ભૂષણો, રત્નો, વસ્ત્રો તથા અન્ય બહુમૂલ્ય ભેટો લઈને હાજર થયા (૫૨), ત્યારપછી સુષેણ સેનાપતિએ તિમિસગુહાના દક્ષિણ દ્વારના કમાડોનું ઉદ્ઘાટન કર્યું (પ૩).
ત્યારબાદ ભરત ચક્રવર્તી પોતાના મણિરત્નને લઈને તિમિસગુહાના દક્ષિણ દ્વાર પાસે ગયો અને ભીંત ઉપર કાકણિરત્ન વડે તેણે ૪૯ મંડલ દોર્યા (૫૪). | ઉત્તરાર્ધ ભારતમાં આપાત નામના કિરાતો રહેતા હતા. તેઓ અનેક ભવન, શયન, યાન, વાહન તથા દાસ, દાસી, ગૌ, મહિષ વગેરેથી સંપન્ન હતા. એક વાર પોતાના દેશમાં અકાલ ગર્જન, અકાળે વિદ્યુતના ચમકારા અને વૃક્ષોનું ફળવુંફૂલવું તથા આકાશમાં દેવતાઓનું નૃત્ય જોઈને તેઓને બહુ ચિંતા થઈ. તેમણે વિચાર્યું કે નજીકમાં જ કોઈ આપત્તિ આવનાર છે. એટલામાં તિમિસગુહાના ઉત્તરદ્વારથી બહાર નીકળીને ભરત ચક્રવર્તી પોતાની સેના સહિત ત્યાં આવી પહોંચ્યો. બંને સેનાઓ વચ્ચે યુદ્ધ થયું અને કિરાતોએ ભરતની સેનાને મારી ભગાડી (૫૬). પોતાની સેનાનો પરાજય જોઈને સુષેણ સેનાપતિ અથરત્ન પર આરૂઢ થઈ અસિરત્ન હાથમાં લઈ કિરાતો સામે ધસી ગયો અને તેણે શત્રુસેનાને યુદ્ધમાં હરાવી દીધી (૫૭). કિરાતો સિંધુ નદીના કિનારે વાલુકાપટ પર ઉર્ધ્વમુખ કરીને વસ્ત્રરહિત બની સૂઈ ગયા અને અષ્ટમભક્ત વડે પોતાના કુળદેવતા મેઘમુખ નામે નાગકુમારોની આરાધના કરવા લાગ્યા. તેનાથી નાગકુમારોનાં આસનો કંપાયમાન થયાં અને તેઓ તરત જ કિરાતો પાસે આવી હાજર થયા. પોતાના કુલદેવતાઓને જોઈને કિરાતોએ તેમને પ્રણામ કર્યા અને જય-વિજયપૂર્વક વધાવ્યા. તેઓએ કુલદેવતાઓને નિવેદન કર્યું - હે દેવાનુપ્રિયો ! આ કોણ દુષ્ટ અમારા દેશ પર ૧. ૪ મધુરતૃણફલ = ૧ શ્વેતસર્ષપ
૧૬ શ્વેતસર્ષપ = ૧ ધાન્યમાષફલ ૨ ધાન્યમાષફલ = ૧ ગુંજા ૫ ગુંજા = ૧ કર્મમાષક ૧૬ કર્મમાષક = ૧ સુવર્ણ ૧૮ સુવર્ણ = ૧ કાકણીરત્ન (- ટીકા)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org