________________
૯૮
અંગબાહ્ય આગમો બોલાવીને નગરીમાં આઠ દિવસના ઉત્સવની ઘોષણા કરી અને બધી જગ્યાએ કહેવડાવી દીધું કે આ દિવસોમાં વ્યાપારીઓ વગેરે પાસેથી કોઈપણ પ્રકારનો કર લેવામાં આવશે નહિ, રાજપુરુષો કોઈના ઘરમાં જબરદસ્તીથી પ્રવેશ કરી શકશે નહિ, કોઈનો અનુચિત દંડ કરવામાં આવશે નહિ અને લોકોનું ઋણ માફ કરી દેવામાં આવશે (૪૩).
ઉત્સવ સમાપ્ત થઈ જતાં ચક્રરત્ન વિનીતાથી ગંગાના દક્ષિણ તટ પર પૂર્વ દિશામાં આવેલ માગધ તીર્થ તરફ પ્રયાણ કર્યું. આ જોઈ ભરત ચક્રવર્તી ચાતુરંગિણી સેના વડે સજજ થઈ, હસ્તિરત્ન પર સવાર થઈ, ગંગાના દક્ષિણ તટના પ્રદેશોને જીતતો જીતતો, ચક્રરત્નની પાછળ પાછળ ચાલીને માગધ તીર્થમાં આવ્યો અને ત્યાં પોતાનો પડાવ નાખ્યો. હસ્તિરત્ન પરથી ઊતરીને ભરતે પ્રોષધશાળામાં પ્રવેશ કર્યો અને ત્યાં દર્ભના સંથારા પર બેસીને માગધતીર્થકુમાર નામે દેવની આરાધના કરવા લાગ્યો. પછી ભરતે બહારની ઉપસ્થાનશાળામાં આવીને કૌટુંબિક પુરુષોને અશ્વરથ તૈયાર કરવાનો આદેશ આપ્યો (૪૪).
ચાર ઘંટવાળા અશ્વરથ ઉપર સવાર થઈને પોતાના લાવલશ્કર સહિત ભરત ચક્રવર્તીએ ચક્રરત્નનું અનુગમન કરતાં લવણસમુદ્રમાં પ્રવેશ કર્યો. ત્યાં પહોંચીને તેણે મગધતીર્થાધિપતિ દેવના ભવનમાં એક બાણ માર્યું, જેનાથી દેવ પોતાના સિંહાસન પર ખળભળી ઉઠ્યો. બાણ પર લખેલું ભરત ચક્રવર્તીનું નામ વાંચીને દેવને જાણ થઈ કે ભારતવર્ષમાં ભરત નામે ચક્રવર્તીનો જન્મ થયો છે. તેણે તરત જ ભરતની પાસે પહોંચી વધાઈ આપી અને નિવેદન કર્યું – દેવાનુપ્રિયનો હું આજ્ઞાકારી સેવક છું, મારે યોગ્ય સેવાનો આદેશ આપો. ત્યારબાદ દેવનો આદરસત્કાર સ્વીકારીને ભરત ચક્રવર્તીએ પોતાના રથને ભારતવર્ષ તરફ પાછો વાળ્યો અને વિજયસ્કંધાવારનિવેશમાં પહોંચીને મગધતીર્થાધિપતિના સન્માનમાં આઠ દિવસના ઉત્સવની ઘોષણા કરી. ઉત્સવ સમાપ્ત થતાં ચક્રરને વરદામ તીર્થ તરફ પ્રસ્થાન કર્યું (૪૫).
વરદામ તીર્થમાં ભરત ચક્રવર્તીએ વરદામતીર્થકુમાર દેવની અને પ્રભાસ તીર્થમાં પ્રભાસતીર્થકુમાર દેવની સિદ્ધિ પ્રાપ્ત કરી (૪૬-૪૯). એ જ રીતે સિંધુ દેવી, વૈતાઢયગિરિકુમાર અને કૃતમાલ દેવને સિદ્ધ કર્યા (૫૦-૫૧).
ત્યારબાદ ભરત ચક્રવર્તીએ પોતાના સુષેણ નામના સેનાપતિને સિંધુ નદીની પશ્ચિમમાં રહેલ નિષ્ફટ પ્રદેશ જીતવા મોકલ્યો. સુષેણ મહા પરાક્રમી અને અનેક ૧. જૈન પરંપરા અનુસાર રાજા કૃણિક પણ દિગ્વિજય માટે તિમિસગુહામાં ગયો હતો, પરંતુ
કૃતમાલ દેવ દ્વારા હણાઈને તે છઠ્ઠા નરકમાં ગયો હતો. જુઓ – આવશ્યકચૂર્ણિ ૨, પૃ. ૧૭૭,૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org