________________
૯૬
અંગબાહ્ય આગમો
સમભાવ રાખતા રાખતા વિહાર કરવા લાગ્યા. વિહાર કરતા કરતા તેઓ પુરિમતાલ નગરના શકટમુખ ઉદ્યાનમાં આવ્યા અને ત્યાં ન્યગ્રોધ વૃક્ષની નીચે બેસી ધ્યાનમાં લીન થઈ ગયા. આ સમયે તેમને કેવળજ્ઞાન-દર્શનની પ્રાપ્તિ થઈ અને તેઓ કેવલી, સર્વજ્ઞ અને સર્વદર્શી કહેવાવા લાગ્યા. શ્રમણ-નિગ્રંથ અને નિગ્રંથીઓને પાંચ મહાવ્રત અને છ જીવનિકાયનો ઉપદેશ આપતા આપતા તેઓ પોતાના ગણધરો અને શ્રમણ-શ્રમણીઓ – આર્ય-આયિકાઓ સાથે વિહાર કરવા લાગ્યા (૩૧). કાળાંતરે અનેક શ્રમણો સાથે અષ્ટાપદ (કૈલાશ) પર્વત પર ઘોર તપશ્ચર્યા કરી તેમણે સિદ્ધિ પ્રાપ્ત કરી. ઋષભદેવના નિર્વાણના સમાચાર મળતાં ઈન્દ્ર વગેરે દેવોએ ગોશીર્ષ-ચંદનની ચિતા રચી. ક્ષીરોદ સમુદ્રના જળથી તીર્થંકરના શરીરને સ્નાન કરાવ્યું, ચંદનનો લેપ કર્યો અને તેમને વસ્ત્રાલંકાર વડે વિભૂષિત કર્યા. પછી તેમને પાલખીમાં બેસાડી ચિતા પર સ્થાપિત કર્યા. અગ્નિકુમાર દેવોએ ચિતામાં અગ્નિ મૂક્યો, વાયુકુમાર દેવોએ અગ્નિ પ્રજ્વલિત કર્યો અને શરીર ભસ્મ થઈ જતાં મેઘકુમાર દેવોએ તેને જલવૃષ્ટિ દ્વારા શાંત કર્યો.' તે પછી દેવોએ તીર્થંકરનાં અસ્થિ ઉપર ચૈત્ય-સ્તૂપો સ્થાપિત કર્યા. ઈન્દ્ર વગેરે દેવોએ આઠ દિવસ સુધી પરિનિર્વાણ મહોત્સવ ઉજવ્યો. ત્યારબાદ પોતપોતાની સુધર્માસભાઓના ચૈત્ય-સ્તંભોમાં ગોળાકાર પાત્રોમાં તીર્થંકરનાં અસ્થિ સ્થાપિત કરીને તેઓ તેમની પૂજા-અર્ચના દ્વારા સમય યાપન કરવા લાગ્યા (૩૩).
દુષમા-સુષમા નામક ચોથા કાળમાં અર્હત, ચક્રવર્તી અને દશાર વંશોમાં ૨૩ તીર્થંકર, ૧૧ ચક્રવર્તી, ૯ બલદેવ અને ૯ વાસુદેવ ઉત્પન્ન થયા.
દુષમા નામક પાંચમા કાળમાં ઓછામાં ઓછા એક અન્તર્મુહૂર્ત અને વધુમાં વધુ ૧૦૦ વર્ષથી થોડું વધુ આયુષ્ય થશે. આ કાળમાં પાછળના ત્રીજા ભાગમાં ગણધર્મ અને ચરિત્રધર્મનો નાશ થશે (૩૫). દુષમા-દુષમા નામના છઠ્ઠા કાળમાં ભયંકર વાયુ વહેશે, દિશાઓ ધુમાડા અને ધૂળથી ભરાઈ જશે, ચન્દ્રમાં શીતળતા અને સૂર્યમાં ઉષ્ણતા રહેશે નહિ, વાદળોમાંથી અગ્નિ અને પત્થરોની વર્ષા થશે,
૧. રામાયણ (૬. ૧૦૧, ૧૧૪ વગેરે)માં કહેવામાં આવ્યું છે કે રાવણનું મૃત્યુ થતાં સુવર્ણની શિબિકા બનાવવામાં આવી, મૃતકને શૌમ વસ્ત્રો પહેરાવવામાં આવ્યાં, રંગબેરંગી પતાકાઓ ફરકાવવામાં આવી અને પછી વાજતે-ગાજતે તેની શવયાત્રા કાઢવામાં આવી. આગ્નેય દિશામાં ચિતા પાસે એક વેદી બનાવવામાં આવી અને ત્યાં એક બકરાનો વધ કરવામાં આવ્યો. ત્યાર પછી ચિતા પર ખીલ વે૨ીને તેમાં આગ મૂકવામાં આવી. પ્રેતવાહન માટે દૂર્વા અને જળમિશ્રિત તલ ભૂમિ પર વેરવામાં આવ્યા. ત્યારપછી મૃતકને જલ-તર્પણ કરી નર-નારીઓ પોતાના ઘરે પાછા ફર્યા. વધુ માટે જુઓ
મહાભારત ૧. ૧૩૪, ૧૩૬.
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org