________________
૧૦)
અંગબાહ્ય આગમો ચડી આવ્યો છે ? આપ તેને શીધ્ર ભગાડી દો. નાગકુમારોએ ઉત્તર આપ્યો – આ ભરત નામે ચક્રવર્તી છે, જે કોઈ પણ દેવ, દાનવ, કિન્નર, કિંપુરુષ, મહોરગ કે ગાંધર્વ વડે જીતી શકાતો નથી અને ન કોઈ શસ્ત્ર, અગ્નિ, મંત્ર વગેરેથી પણ તેની કોઈ હાનિ કરી શકાય. છતાં પણ તમારા બધાનાં હિત માટે ત્યાં પહોંચીને અમે કેટલોક ઉપદ્રવ કરીશું. આટલું કહી નાગકુમારો વિજયરૂંધાવારનિવેશમાં આવીને મૂશળધાર વર્ષા કરવા લાગ્યા (૫૮). પરંતુ ભારતે વરસાદની કોઈ પરવા ન કરી અને પોતાના ચર્મરત્ન પર સવાર થઈને, છત્રરત્ન વડે વરસાદને રોકીને મણિરત્નના પ્રકાશમાં સાત રાત્રિઓ પસાર કરી (૫૯-૬૦).
દેવોને જ્યારે આ ઉપદ્રવની ખબર પડી ત્યારે તેઓ મેઘમુખ નાગકુમારોને ઠપકો આપતા કહેવા લાગ્યા – શું તમે નથી જાણતા કે ભરત ચક્રવર્તી અજેય છે ? છતાં પણ તમે વર્ષા દ્વારા ઉપદ્રવ કરી રહ્યા છો ? આ સાંભળી નાગકુમારો ભયભીત બની ગયા અને તેમણે કિરાતો પાસે જઈને બધી વિગત કહી. ત્યારપછી કિરાત લોકો ભીના વસ્ત્રો ધારણ કરી, શ્રેષ્ઠ રત્નો સાથે લઈ ભરતના શરણે ગયા અને અપરાધો માટે ક્ષમા માગવા લાગ્યા. રત્નો ગ્રહણ કરી ભરતે કિરાતોને અભયદાનપૂર્વક સુખેથી રહેવાની અનુમતિ આપી (૬૧).
ત્યારપછી ભરતે ક્ષુદ્રહિમવંત પર્વત પાસે પહોંચીને શુદ્રહિમવંતગિરિકુમારની આરાધના કરી તેને સિદ્ધ કર્યો (૬૨), પછી ઋષભકૂટપર્વત પર પહોંચી ત્યાં કાકણિરત્ન વડે પર્વતની ભીંત પર પોતાનું નામ અંકિત કર્યું. ત્યારબાદ તે વૈતાઢ્ય પર્વત તરફ પાછો ફર્યો (૬૩). ત્યાં પહોંચીને ભરતે નમિ અને વિનમિ નામે વિદ્યાધર રાજાઓને સિદ્ધ કર્યા. વિનમિએ ભરત ચક્રવર્તીને સ્ત્રીરત્ન અને નમિએ રત્ન, કટક અને બાજુબંધ ભેટ આપ્યાં (૬૪).
ત્યારપછી ભરતે ગંગા દેવીની સિદ્ધિ કરી, ખંડપ્રપાતગુફામાં પહોંચીને નૃતમાલક દેવતાને સિદ્ધ કર્યો અને ગંગાની પૂર્વમાં રહેલ નિષ્કટ પ્રદેશ જીતી લીધો. સુષેણ સેનાપતિએ ખંડપ્રપાત ગુફાના કપાટોનું ઉદ્ઘાટન કર્યું. અહીં પણ ભરતે કાકણિરત્ન દ્વારા મંડલો બનાવ્યાં (૬૫).
આ પછી ભરતે ગંગાના પશ્ચિમ તટ પર વિજયરૂંધાવાર નિવેશ સ્થાપિત કરીને નિધિરત્નની સિદ્ધિ કરી. તે સમયે ચક્રરત્ન પોતાની યાત્રા સમાપ્ત કરી વિનીતા રાજધાની તરફ પાછુ વળ્યું. ભરત ચક્રવર્તી પણ દિગ્વિજય કર્યા પછી હસ્તિરત્ન પર સવાર થઈ તેની પાછળ પાછળ ચાલ્યો. હાથીની આગળ આઠ ૧. નૈસર્પ, પાંડુક, પિંગલક, સર્વરત્ન, મહાપદ્મ, કાલ, મહાકાલ, મવક અને શંખ – આ
નવ નિધિ કહેવાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org