________________
૧૦૬
અંગબાહ્ય આગમો
પરંતુ વારંવાર પૂછાતાં તેણે બતાવ્યું કે સ્વામી મને અભાગણીને આપના ઉદરનું માંસ ભક્ષણ કરવાનો દોહદ થયો છે. રાજાએ ચેલ્લણાને પ્રિય અને મનોજ્ઞ વચનો દ્વારા આશ્વાસન આપ્યું અને કહ્યું કે તે દોહદ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશે.
એક દિવસ રાજા શ્રેણિક ચિંતામાં મગ્ન બની પોતાની ઉપસ્થાનશાળામાં બેઠો હતો ત્યારે ત્યાં અભયકુમાર આવી પહોંચ્યો. અભયકુમારે પૂછવાથી રાજાએ તેને બધી વાત કરી.
અભયકુમારે એક વિશ્વાસપાત્ર નોકરને બોલાવીને વધસ્થાનમાંથી કેટલુંક તાજું માંસ – લોહી અને ઉદરપ્રદેશનું માંસ લાવવા માટે કહ્યું. ત્યારપછી તેણે રાજાને એકાંતમાં સીધો સુવડાવી તેના પેટ પર તે માંસ અને રૂધિર મૂકી તેને ઢાંકી દીધું. પ્રાસાદની ઉપર બેઠેલી ચેલ્લણા જોઈ શકે તેમ અભયકુમારે રાજાના પેટ ઉપરથી માંસના નાના-નાના ટુકડા કાપવાનો દેખાવ કર્યો અને રાજા થોડી વાર સુધી બેભાન હોવાનો દેખાવ કરી પડ્યો રહ્યો. આ રીતે અભયકુમારની બુદ્ધિમત્તાથી રાણીનો દોહદ પૂરો થયો.
-
છતાં પણ રાણી સંતુષ્ટ ન હતી. તે વિચાર્યા કરતી કે આ બાળક ગર્ભમાં આવતાં તેને પોતાના પતિનું માંસ ભક્ષણ કરવાનો દોહદ ઉત્પન્ન થયો છે તેથી આ અમંગળકારી ગર્ભને પાડી નાખવો તે શ્રેયસ્કર થશે. ગર્ભપાત કરવા માટે રાણીએ ઘણા ઉપાયો પણ કર્યા, પરંતુ કંઈ વળ્યું નહિ.
ધીરે ધીરે નવ મહિના વીતી ગયા અને ચેલ્લણાએ પુત્રને જન્મ આપ્યો. રાણીએ વિચાર્યું કે આ બાળક ગર્ભમાં આવતાં મને પોતાના પતિનું માંસભક્ષણ કરવાની ઈચ્છા થઈ હતી એટલા માટે જરૂર કુળનો વિધ્વંસક હોવો જોઈએ. આમ વિચારી તેણે પોતાની દાસીના હાથે નવજાત બાળકને એક ઉકરડામાં ફેંકાવી દીધો. રાજા શ્રેણિકે જ્યારે આ વાત જાણી ત્યારે તેણે ઉકરડા પરથી બાળકને પાછો મંગાવ્યો અને ચેલ્લણાને ખૂબ ઠપકો આપ્યો. ઉકરડા પર પડેલા બાળકની આંગળી પર કૂકડાની ચાંચથી ઘા પડ્યો હતો, તેથી તેની આંગળી કંઈક નાની રહી ગઈ હતી. એટલે તેનું નામ કૂણિક રાખવામાં આવ્યું.
૧. કૂણિક અશોકચંદ્ર, વિિવદેહપુત્ત અથવા વિદેહપુત્ત નામોથી પણ પ્રસિદ્ધ હતો. કહે છે કે જયારે કૃણિકને અસોગવણિયા નામે ઉદ્યાનમાં ફેંકવામાં આવ્યો ત્યારે તે ઉઘાન ચમકી ઉઠ્યો હતો એટલે કૂણિકનું નામ અશોકચંદ્ર રાખવામાં આવ્યું હતું. કૃણિકની માતા ચેલ્લણા વિદેહની હતી તેથી કૃણિક વિદેહપુત્ર પણ કહેવાતો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org