________________
જંબુદ્વીપપ્રશક્તિ જેનાથી મનુષ્ય, પશુ, પક્ષી અને વનસ્પતિ વગેરે બધાનો નાશ થશે, માત્ર એક વૈતાઢય પર્વત બચી જશે. આ કાળના મનુષ્યો દીન, હીન તથા કૂડ, કપટ, કલહ, વધ અને વેરમાં સંલગ્ન રહેશે, તેઓ ચેષ્ટાવિહીન અને નિસ્તેજ બની જશે. વધુમાં વધુ ૨૦ વર્ષનું આયુષ્ય થશે, ઘરોના અભાવમાં તેઓ ગુફાઓમાં રહ્યા કરશે તથા માંસ, મત્સ્ય અને મૃત શરીર વગેરે ભક્ષણ કરી સમય યાપન કરશે (૩૬). આગળ ઉત્સર્પિણીના છ કાળનું વર્ણન છે (૩૭-૪૦)". ત્રીજો વક્ષસ્કાર : | વિનીતા રાજધાનીમાં ભરત ચક્રવર્તી રાજય કરતો હતો. તેની આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. આયુધશાળાના અધ્યક્ષ પાસેથી ચક્રરત્નની ઉત્પત્તિ સાંભળીને ભરત ચક્રવર્તી અત્યંત પ્રસન્ન થયો. તે તરત પોતાના સિંહાસન પરથી ઊભો થયો, એકશાટિક ઉત્તરાસંગ ધારણ કરીને, હાથ જોડીને, ચક્રરત્નની સામે સાત-આઠ ડગલાં ચાલ્યો અને ડાબો ઘૂંટણ વાળીને તથા જમણો ઘૂંટણ ભૂમિ પર મૂકીને ચક્રરત્નને તેણે પ્રણામ કર્યા. ત્યારબાદ તેણે પોતાના કૌટુંબિક પુરુષોને બોલાવીને વિનીતા નગરીને સાફ અને સ્વચ્છ કરવાનો આદેશ આપ્યો. ભરતે સ્નાનગૃહમાં પ્રવેશ કરી સુગંધિત જળ વડે સ્નાન કર્યું અને વસ્ત્રાભૂષણોથી અલંકૃત થઈ બહાર નીકળ્યો. પછી અનેક ગણનાયકો, દંડનાયકો, દૂતો, સંધિપાલો વગેરેથી ઘેરાઈને વાજતે-ગાજતે આયુધશાળા તરફ ચાલ્યો. તેની પાછળ પાછળ દેશ-વિદેશની અનેક દાસીઓ ચંદનકળશ, ભંગાર, દર્પણ, વાતકારક (જળશૂન્ય ઘડા), રત્નકરંડક, વસ્ત્રો, આભરણો, સિંહાસન, છત્ર, ચમર, તાડપત્રના પંખા, ધૂપદાની વગેરે લઈ ચાલી રહી હતી. આયુધશાળામાં પહોંચીને ભરત ચક્રરત્નને પ્રણામ કર્યા, રૂંવાદાર પીંછા વડે તેને સાફ કર્યું, જળધારા વડે સ્નાન કરાવ્યું, ચંદનનો લેપ કર્યો. પછી સુગંધી પદાર્થો, માળાઓ વગેરે વડે તેની પૂજા કરી. ત્યારબાદ ચક્રરત્નની સામે અક્ષતના આઠ મંગળ બનાવ્યા, પુષ્પોની વર્ષા કરી અને ધૂપ કર્યો. પછી ચક્રરત્નને પ્રણામ કરી ભરત આયુધશાળામાંથી બહાર આવ્યો. તેણે અઢાર શ્રેણી-પ્રશ્રેણીને
૧. જુઓ – લોકપ્રકાશ, ૧૮ મો સર્ગ અને તેથી આગળ; ત્રિલોકસાર, ૭૭૯-૮૬૭;
જગદીશચન્દ્ર જૈન, સ્યાદ્વાદમંજરી, પરિશિષ્ટ, પૃ. ૩૫૭-૩૫૯ કુંભાર, પટ્ટઈલ (પટેલ), સુવર્ણકાર, સૂપકાર (રસોઈયા), ગાંધર્વ, કાશ્યપ (હજામ), માલાકાર (માળી), કચ્છકર (કાછીયા ?), તંબોલી, ચમાર, યંત્રપીડક (સંચા વગેરે ચલાવનાર), ગંછિય (ઘાંચી), છિપાય (છીપા), કંસકાર (કંસારા), સીવગ (દરજી), ગુઆર (ગોપાળ), ભીલ, ધીવર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org