________________
૯૨
અંગબાહ્ય આગમો
હતી. એક વાર નગરના મણિભદ્ર નામક ચૈત્યમાં મહાવીરનું સમવસરણ થયું. તે સમયે તેમના જયેષ્ઠ શિષ્ય ગૌતમ ઈન્દ્રભૂતિએ જમ્બુદ્વીપ વિષયમાં પ્રશ્નો કર્યા, જેના યોગ્ય ઉત્તરો મહાવીરે આપ્યા (૧-૩).
જમ્બુદ્વીપમાં સ્થિત પદ્મવરવેદિકા એક વનખંડ વડે ઘેરાયેલી છે. વનખંડની વચ્ચે અનેક પુષ્કરિણીઓ, વાપિકાઓ, મંડપ, ગૃહો અને પૃથ્વીશિલાપટ્ટક છે જયાં અનેક વ્યંતર દેવો અને દેવીઓ ક્રીડા કરે છે. જમ્બુદ્વીપના વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત નામના ચાર વારો છે (૪-૮). - જમ્બુદ્વીપમાં હિમવાન્ (હિમાલય) પર્વતની દક્ષિણમાં ભરત ક્ષેત્ર (ભારતવર્ષ) છે. તે અનેક સ્થાણુઓ, કંટકો, વિષમ સ્થાનો, દુર્ગમ સ્થાનો, પર્વતો, પ્રપાતો, ઝરણા, ગર્ત (ખાડા), ગુફાઓ, નદીઓ, તળાવો, વૃક્ષો, ગુચ્છો, ગુલ્મો, લતાઓ, વેલીઓ, અટવીઓ, શ્વાપદો, તૃણ વગેરેથી સંપન્ન છે. તેમાં અનેક તસ્કરો, પાખંડીઓ, કૃપણો અને વનપકો (વાચકો) રહેતા હતા. એમાં અનેક ડિબ (સ્વદેશમાં થનારા વિપ્લવો) અને ડમર (રાજ્યોપદ્રવો) થતા હતા, દુભિક્ષ અને દુષ્કાળ પડતા હતા તથા ઈતિ (ઉંદરો વગેરે દ્વારા ધાન્યનો બગાડ કરવો), મહામારી, રોગો વગેરે વિવિધ ક્લેશો વડે આ ક્ષેત્ર વ્યાપ્ત હતું. ભરતક્ષેત્ર પૂર્વપશ્ચિમમાં ફેલાયેલું, ઉત્તર-દક્ષિણમાં વિસ્તૃત, ઉત્તરમાં પર્યક સમાન અને દક્ષિણમાં ધનુષ્યના પૃષ્ઠભાગ સમાન છે. ત્રણ બાજુથી તે લવણસમુદ્ર વડે ઘેરાયેલું છે તથા ગંગા-સિંધુ અને વૈતાઢ્ય પર્વતને કારણે તેના છ વિભાગો થઈ ગયા છે. તેનો વિસ્તાર પર૬ / ૯ યોજન છે (૧૦). વૈતાઢ્ય પર્વતની દક્ષિણમાં દક્ષિણાર્ધ ભારતવર્ષ છે જ્યાં ઘણા મનુષ્યો રહે છે (૧૧). વૈતાઢ્ય પર્વતની બંને બાજુ બે પાવરવેદિકાઓ છે જે વનખંડોથી ઘેરાયેલી છે. આ પર્વતની પૂર્વ અને પશ્ચિમમાં બે ગુફાઓ છે – તમિસ્યગુહા અને ખંડપ્પવાયગુહ. તે બંનેમાં બે દેવો રહે છે. વૈતાઢ્ય પર્વતની બંને બાજુ વિદ્યાધર શ્રેણીઓ છે જ્યાં વિદ્યાધરો નિવાસ કરે છે. આભિયોગ શ્રેણીઓમાં અનેક દેવી-દેવતાઓ રહે છે (૧૨). વૈતાઢ્ય પર્વત પર એક સિદ્ધાયતન છે. તેમાં અનેક જિન-પ્રતિમાઓ બિરાજમાન છે (૧૩). આગળ દક્ષિણાઈ ભરતકૂટનું વર્ણન (૧૪), ઉત્તરાર્ધ ભારતનું વર્ણન (૧૫-૧૬) અને ઋષભકૂટનું વર્ણન આવે છે (૧૭). બીજો વક્ષસ્કાર
કાળ બે પ્રકારનો હોય છે – અવસર્પિણી અને ઉત્સર્પિણી. અવસર્પિણીના છ ભેદ છે – સુષમ-સુષમા, સુષમા, સુષમા-દુષમા, દુષ્યમા-સુષમા, દુષ્યમાં, દુષ્યમા-દુષ્યમાં. ઉત્સર્પિણીના પણ છ ભેદ છે – દુષ્પમા-દુષ્યમાં, દુષ્પમા, દુષ્યમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org