________________
અંગબાહ્ય આગમો એકાદશાદિ પ્રાભૃત :
અગિયારમા પ્રાભૃતમાં સંવત્સરોના આદિ-અંતનું વર્ણન છે (૭૧), બારમા પ્રાભૃતમાં નક્ષત્ર, ચંદ્ર, ઋતુ, આદિત્ય અને અભિવર્ધિત – આ પાંચ સંવત્સરોનું વર્ણન છે (૭૨-૭૮). તેરમા પ્રાભૂતમાં ચંદ્રની વૃદ્ધિ-હાનિનું વર્ણન છે (૭૯-૮૧). ચૌદમા પ્રાભૃતમાં સ્નાનું વર્ણન છે (૮૨). પંદરમા પ્રાભૂતમાં ચંદ્ર-સૂર્ય વગેરેની ગતિના તારતમ્યનો ઉલ્લેખ છે (૮૩-૮૬). સોળમા પ્રાભૂતમાં જયોસ્નાનું લક્ષણ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે (૮૭). સત્તરમાં પ્રાભૃતમાં ચંદ્ર વગેરેના ચ્યવન અને ઉપપાતનું વર્ણન છે (૮૮). અઢારમા પ્રાભૂતમાં ચંદ્ર-સૂર્ય વગેરેની ભૂમિથી) ઊંચાઈનું પ્રતિપાદન છે (૮૯-૯૯). ઓગણીસમા પ્રાભૂતમાં સર્વ લોકમાં ચંદ્રસૂર્યની સંખ્યાનું પ્રતિપાદન છે (૧૦૦-૧૦૩). વીસમા પ્રાભૂતમાં ચંદ્ર વગેરેના અનુભાવનું વર્ણન છે. અહીં ૮૮ મહાગ્રહોનો ઉલ્લેખ છે (૧૦૪-૧૦૮). ઉપલબ્ધ ચંદ્રપ્રજ્ઞપ્તિ :
ચંદ્રપ્રજ્ઞપ્તિ જૈન આગમોનું સાતમુ ઉપાંગ છે. તેને ઉવાસગદસાઓનું ઉપાંગ માનવામાં આવ્યું છે. મલયગિરિએ તેના પર ટીકા લખી છે. શ્રી અમોલક ઋષિએ તેનો હિંદી અનુવાદ કર્યો છે જે હૈદરાબાદથી પ્રકાશિત થયો છે. નામ પરથી જણાઈ આવે છે કે ચંદ્રપ્રજ્ઞપ્તિમાં ચંદ્રના પરિભ્રમણનું વર્ણન આવ્યું હશે તથા સૂર્યપ્રજ્ઞપ્તિમાં સૂર્યના પરિભ્રમણનું. વર્તમાનમાં ઉપલબ્ધ ચંદ્રપ્રજ્ઞપ્તિ અને સૂર્યપ્રજ્ઞપ્તિનો વિષય બિલકુલ સરખો છે અથવા મળતો છે. ઠાણાંગસૂત્ર (૪.૧)માં ચંદપન્નત્તિ, સૂરપન્નત્તિ, જંબૂદીવપન્નત્તિ અને દીવસાગરપન્નત્તિને અંગબાહ્ય શ્રુતમાં ગણાવવામાં આવેલ છે.
૧. (અ) વૃત્તિસહિત – મુનિ ઘાસીલાલ, અખિલ ભારતીય શ્વેતાંબર સ્થાનકવાસી જૈન શાસ્ત્રોદ્ધાર
સમિતિ, રાજકોટ, ઈ.સ.૧૯૬૬ (આ) હિંદી અનુવાદ સહિત – અમોલક ઋષિ, લાલા સુખદેવ સહાય જવાલા પ્રસાદ,
'હૈદરાબાદ, ઈ.સ.૧૯૨૦. (ઈ) હિંદી અનુવાદ – ઘેવરચંદજી, સ્થા. શ્વેતાંબર જૈન હિતકારિણી સભા, બિકાનેર (ઈ) (મૂળ) સં. જિનેન્દગણિ, હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાળા, લાખાબાવળ, શાંતિપુરી,
- સૌરાષ્ટ્ર, ઈ.સ.૧૯૭૭ (ઉ) (મૂળ) સં. રતનલાલ ડોશી, અખિલ ભારતીય સાધુમાર્ગી જૈન સંસ્કૃતિરક્ષક સંઘ,
સૈલાના, ઈ.સ.૧૯૮૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org