________________
ષષ્ઠ પ્રકરણ
જંબૂદ્દીપપ્રજ્ઞપ્તિ
જમ્બુદીવપક્ષત્તિ (જમ્બુદ્વીપપ્રજ્ઞતિ) જૈન આગમોમાં છઠ્ઠું ઉપાંગ છે. મલયગિરિએ આ ઉપાંગ પર ટીકા લખી હતી પરંતુ તે કાળના દોષથી નાશ પામી. ત્યારપછી બાદશાહ અકબરના ગુરુ હીરવિજયસૂરિના શિષ્ય શાંતિચંદ્ર વાચકે પોતાના ગુરુની આજ્ઞાથી પ્રમેયરત્નમંજૂષા નામની ટીકા લખી. આ ગ્રંથ બે ભાગમાં પ્રકાશિત થયો છે ~~ પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. પૂર્વાર્ધમાં ચાર અને ઉત્તરાર્ધમાં ત્રણ વક્ષસ્કાર છે. ત્રીજા વક્ષસ્કારમાં ભારતવર્ષ અને રાજા ભરતનું વર્ણન છે. આ ગ્રંથ જ્ઞાતાધર્મકથાનું ઉપાંગ ગણાય છે. ગૌતમ ઈન્દ્રભૂતિ અને મહાવીરના પ્રશ્નોત્તર રૂપે આની વ્યાખ્યા કરવામાં આવી છે. અનેક સ્થાનો ત્રુટિત હોવાને કારણે આની પૂર્તિ જીવાજીવાભિગમ વગેરેના પાઠો વડે કરવામાં આવી છે.
પહેલો વક્ષસ્કાર :
મિથિલા નગરીમાં રાજા જિતશત્રુ રાજ્ય કરતો હતો. ધારિણી તેની રાણી ૧ . (અ) શાંતિચંદ્રવિહિત વૃત્તિ સહિત—દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ, મુંબઈ, ઈ.સ.૧૯૨૦, ધનપતસિંહ કલકત્તા, ઈ.સ.૧૮૮૫.
અમોલકઋષિ, લાલા સુખદેવસહાય જ્વાલાપ્રસાદ,
(આ) હિન્દી અનુવાદ સહિત હૈદરાબાદ, ઈ.સ.૧૯૨૦,
(ઇ) સંસ્કૃત વૃત્તિ અને તેના હિન્દી-ગુજરાતી અનુવાદ સહિત, ઘાસીલાલજી, શ્રી અ.ભા.સ્થાનકવાસી શ્વેતામ્બર જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ, ઈ.સ.૧૯૭૮. (ઈ) હિન્દી અનુવાદ સહિત—મધુકર મુનિ, છગનલાલ શાસ્ત્રી, આગમ પ્રકાશન સમિતિ, બ્યાવ૨, ઈ.સ.૧૯૮૩.
(ઉ) (મૂળ) – સં. જિનેન્દ્રગણિ, હર્ષપુષ્પામૃત જૈન ગ્રંથમાળા, લાખાબાવળ, શાંતિપુરી, સૌરાષ્ટ્ર, ઈ.સ. ૧૯૭૮.
(ઊ) (મૂળ)—સં. રતનલાલ ડોશી, અખિલ ભારતીય સાધુમાર્ગી જૈન સંસ્કૃતિરક્ષક સંઘ, સૈલાના.
૨. અત્ર વાતોષળ ત્રુટિત સમ્ભાવ્યતે, તેનાત્ર સ્થાનાશૂન્યાર્થ નીવામિામાભ્યિો તિવ્યસ્તે, ટીકા— પૃ.૧૧૭ અ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org