________________
પંચમ પ્રકરણ
સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂર્યપ્રજ્ઞપ્તિ જૈન આગમોમાં પાંચમું ઉપાંગ છે. તેના પર આચાર્ય ભદ્રબાહુએ નિયુક્તિ લખી હતી જે અનુપલબ્ધ છે. મલયગિરિએ આ ઉપાંગ ઉપર વિશદ ટીકા લખી છે જેનાથી ગ્રંથને સમજવામાં ઘણી સહાય મળે છે. સૂર્યપ્રજ્ઞપ્તિમાં સૂર્ય, ચંદ્ર અને નક્ષત્રોની ગતિ વગેરેનું ૧૦૮ સૂત્રોમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં વીશ પ્રાભૂતો છે –
સૂર્યના મંડળોની ગતિસંખ્યા, સૂર્યનું તિર્યફ ગમન, પ્રકાશ્ય ક્ષેત્રનું પરિમાણ, પ્રકાશસંસ્થાન, લેશ્યાપ્રતિઘાત, પ્રકાશનું અવસ્થાન, સૂર્યાવાર, ઉદયસંસ્થિતિ, પૌરુષી છાયાનું પ્રમાણ, યોગનું સ્વરૂપ, સંવત્સરોના આદિ-અંત, સંવત્સરોના ભેદ, ચંદ્રમાની વૃદ્ધિ અને ધ્રાસ, જ્યોસ્નાનું પ્રમાણ, શીધ્રગતિ અને મંદગતિનો નિર્ણય, જ્યોસ્નાનું લક્ષણ, વન અને ઉપપાત, ચંદ્ર-સૂર્ય વગેરેનું ઉચ્ચત્વ-માન, ચંદ્રસૂર્યનું પરિમાણ અને ચંદ્ર વગેરેનો અનુભાવ. વચ્ચે-વચ્ચે ગ્રંથકારે આ વિષયની અન્ય માન્યતાઓનો પણ ઉલ્લેખ કર્યો છે. આ પ્રાભૂતોનું વર્ણન ગૌતમ ઈન્દ્રભૂતિ અને મહાવીરના પ્રશ્નોત્તર રૂપે કરવામાં આવ્યું છે.
૧. (અ) મલયગિરિવિહિત વૃત્તિ સહિત – આગમોદય સમિતિ, મુંબઈ, ઈ.સ.૧૯૧૯. (આ)હિંદી અનુવાદ સહિત – અમોલક ઋષિ, લાલા સુખદેવ સહાય જવાલા પ્રસાદ,
હૈદરાબાદ, ઈ.સ.૧૯૨૦. () મૂળ (રોમન લિપિમાં) જે. એફ. કોલ, ટુટગટે, ઈ.સ.૧૯૩૭. (ઈ) સંસ્કૃત વૃત્તિ અને તેના હિંદી-ગુજરાતી અનુવાદ સહિત ઘાસીલાલજી, જૈન શાસ્ત્રોદ્ધાર
સમિતિ, રાજકોટ, ઈ.સ.૧૯૨૦. (ઉ) (મૂળ) જિનેન્દ્રવિજયગણિ, હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા, લાખાબાવળ, શાંતિપુરી,
સૌરાષ્ટ્ર, ઈ.સ.૧૯૭૭. . () રતનલાલ ડોશી, અખિલ ભારતીય સાધુમાર્ગી જૈન સંસ્કૃતિરક્ષક સંઘ, સૈલાના,
ઈ.સ.૧૯૮૦
એ.આ.-૮ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org