________________
૮૨
લેશ્યા પદ :
આના પહેલા ઉદ્દેશકમાં સમકર્મ, સમવર્ણ, સમલેશ્યા, સમવેદના, સમક્રિયા અને સમઆયુ નામે અધિકારોનું વર્ણન છે. બીજા ઉદ્દેશકમાં કૃષ્ણ, નીલ, કાપોત, તેજ, પદ્મ અને શુક્લલેશ્યાના આશ્રયથી જીવોનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્રીજા ઉદ્દેશકમાં લેશ્યા સંબંધી પ્રશ્નોનો ઉત્તર આપવામાં આવ્યો છે. ચોથા ઉદ્દેશકમાં પરિણામ, વર્ણ, રસ, ગંધ, શુદ્ધ, અપ્રશસ્ત, સંક્લિષ્ટ, ઉષ્ણ, ગતિ, પરિણામ, પ્રદેશ, અવગાઢ, વર્ગણા, સ્થાન અને અલ્પબહુત્વ નામના અધિકારોનું વર્ણન છે. સાથે જ લેશ્યાઓના વર્ણ અને સ્વાદનું પણ વર્ણન છે. પાંચમા ઉદ્દેશકમાં લેશ્યાનું પરિણામ બતાવવામાં આવ્યું છે. છઠ્ઠા ઉદ્દેશકમાં કોને કેટલી લેશ્યાઓ હોય છે તે વિષયનું વર્ણન છે૧ (૨૦૮-૨૩૧). કાયસ્થિતિ પદ :
અંગબાહ્ય આગમો
આમાં જીવ, ગતિ, ઈન્દ્રિય, યોગ, ભેદ, કષાય, લેશ્યા, સમ્યક્ત્વ, જ્ઞાન, દર્શન, સંયત, ઉપયોગ, આહાર, ભાષક, પરિત્ત, પર્યાપ્ત, સૂક્ષ્મ, સંશી, ભવસિદ્ધિક, અસ્તિકાય અને ચરમના આશ્રયથી કાયસ્થિતિનું વર્ણન છે (૨૩૨-૩૫૩).
સમ્યક્ત્વ પદ :
આમાં સમ્યક્દષ્ટિ, મિથ્યાદૅષ્ટિ અને સભ્યમિથ્યાદૅષ્ટિના ભેદપૂર્વક જીવોનું વર્ણન છે(૨૫૪).
અંતક્રિયા પદ :
આમાં જીવોની અંતક્રિયાકર્મનાશદ્વારા મોક્ષપ્રાપ્તિનું વર્ણન છે. અહીંચક્રવર્તીના સેનાપતિરત્ન, ગાહાપતિરત્ન, વર્ષકિરત્ન, પુરોહિતરત્ન અને સ્રીરત્નનું તથા કાંદર્ષિક, ચરક, પરિવ્રાજક, કિલ્વિષક, આજીવિકઅનેઆભિયોગિક તાપસોનો ઉલ્લેખછે (૨૫૫૨૬૬).
શરીર પદ :
આ પદમાં વિધિ (શરીરના ભેદો), સંસ્થાન (શરીરનો આકાર), શરીરનું પ્રમાણ, શરીરના પુદ્ગલોનો ચય, શરીરોનો પરસ્પર સંબંધ, શરીરોનું દ્રવ્ય, પ્રદેશ અને દ્રવ્ય-પ્રદેશો દ્વારા અલ્પબહુત્વ તથા શરીરની અવગાહનાનું અલ્પબહુત્વ – આ અધિકારોનું વર્ણન છે (૨૬૭-૨૭૮).
ક્રિયાપદ :
આમાં કાયિકી, અધિકરણિકી, પ્રાદ્ધેષિકી, પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી – આ પાંચ ક્રિયાઓના આશ્રયથી જીવોનું વર્ણન કરવામાં આવ્યું છે (૨૭૯-૨૮૭).
૧. ઉત્તરાધ્યયનમાં પણ ૩૪મા અધ્યયનમાં લેશ્યાઓનું વર્ણન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org