________________
૮૧
પ્રજ્ઞાપના શરીર પદ :
આમાં ઔદારિક, વૈક્રિયક, આહારક, તૈજસ અને કાર્મણ શરીરની અપેક્ષાએ જીવોનું વર્ણન છે (૧૭૬-૧૮૦). પરિણામ પદ :
જીવપરિણામ દસ પ્રકારનાં છે – ગતિપરિણામ, ઈન્દ્રિયપરિણામ, કષાયપરિણામ, વેશ્યાપરિણામ, યોગપરિણામ, ઉપયોગપરિણામ, જ્ઞાનપરિણામ, દર્શનપરિણામ, ચારિત્રપરિણામ અને વેદપરિણામ (૧-૩). અજીવપરિણામ દસ પ્રકારનાં હોય છે – બંધનપરિણામ, ગતિપરિણામ, સંસ્થાનપરિણામ, ભેદપરિણામ, વર્ણપરિણામ, ગંધપરિણામ, રસપરિણામ, સ્પર્શપરિણામ, અગુરુલઘુપરિણામ અને શબ્દપરિણામ (૧૮૧-૧૮૫). કષાય પદ :
કષાય પદ ચાર પ્રકારનાં હોય છે – ક્રોધ, માન, માયા અને લોભ. ક્રોધની ઉત્પત્તિ ચાર પ્રકારે થાય છે – ક્ષેત્ર, વસ્તુ, શરીર અને ઉપધિ. ક્રોધ ચાર પ્રકારનો હોય છે – અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજવલન (૧૮૬૧૯૦). ઈન્દ્રિય પદ :
પહેલા ઉદ્દેશકમાં શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયને લઈને જીવોનું વર્ણન કરવામાં આવ્યું છે (૧-૨૨). બીજા ઉદેશકમાં ઈન્દ્રિયોપચય, નિર્વતૈના (ઈન્દ્રિયોની ઉત્પત્તિ), નિર્વતૈનાના અસંખ્યાત સમય, લબ્ધિ, ઉપયોગનો કાળ, અલ્પબહુતમાં વિશેષાધિક ઉપયોગનો કાળ, અવગ્રહ, અપાય, ઈહા, વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ, અતીત, બદ્ધ અને પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિયના આશ્રયથી જીવોનું વર્ણન છે (૧૯૧-૨૦૧). પ્રયોગ પદ :
પ્રયોગ પંદર પ્રકારના હોય છે – સત્યમનઃપ્રયોગ, અસત્યમન:પ્રયોગ, સત્યમૃષામનઃપ્રયોગ, અસત્યમૃષામન:પ્રયોગ; એ જ રીતે વચનપ્રયોગના ચાર ભેદ; ઔદારિકશરીરકાયપ્રયોગ, ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગ, વૈક્રિયકશરીરકાયપ્રયોગ, વૈક્રિયકમિશ્રશરીરકાયપ્રયોગ, આહારકશરીરકાયપ્રયોગ, આહારકમિશ્રશરીરકાયપ્રયોગ તથા તૈજસકાર્મણશરીરકાયપ્રયોગ (૧-૫). ગતિપ્રપાતના પાંચ ભેદ છે – પ્રયોગગતિ, તતગતિ, બંધન છેદનગતિ, ઉપપાતગતિ અને વિદાયગતિ (૨૦૧૨૦૭).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org