________________
પ્રજ્ઞાપના
૭૯ પ્રાણત, આરણ, અશ્રુત. કલ્પાતીત - રૈવેયક, અનુત્તરૌપપાતિક. રૈવેયક નવ હોય છે. અનુત્તરૌપપાતિક પાંચ છે – વિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધિ (૩૮). સ્થાન પદ :
આમાં પૃથ્વીકાય, અષ્કાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય, દીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય, નૈરયિક, તિર્યંચ, ભવનવાસી, વ્યંતર, જયોતિષી, વૈમાનિક અને સિદ્ધ જીવોના નિવાસસ્થાનોનું વર્ણન છે (૩૯-૫૪). અલ્પબદુત્વ પદ :
આમાં દિશા, ગતિ, ઈન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, વેશ્યા, સમ્યક્ત, જ્ઞાન, દર્શન, સંયત, ઉપયોગ, આહાર, ભાષક, પીત્ત, પર્યાપ્ત, સૂમ, સંજ્ઞી, ભવ, અસ્તિકાય, ચરમ, જીવ, ક્ષેત્ર, બંધ, પુદ્ગલ અને મહાદંડક – આ ૨૭ દ્વારોની અપેક્ષાએ જીવોનું વર્ણન છે (૫૫-૯૩). સ્થિતિ પદ :
આમાં નૈરયિક, ભવનવાસી, પૃથ્વીકાય, અષ્કાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય, દ્વિ-ત્રિ-ચતુર-પંચેન્દ્રિય, મનુષ્ય, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક જીવોની સ્થિતિનું વર્ણન છે (૯૪-૧૦૨). વિશેષ અથવા પર્યાય પદ :
આમાં જીવપર્યાયનું વર્ણન કરતાં અજીવ પર્યાયમાં અરૂપી અજીવ અને રૂપી અજીવનું વર્ણન કરવામાં આવ્યું છે તથા અરૂપી અજીવમાં ધર્માસ્તિકાય, ધર્માસ્તિકાયદેશ, ધર્માસ્તિકાયપ્રદેશ, અધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયદેશ, અધર્માસ્તિકાય પ્રદેશ, આકાશાસ્તિકાય, આકાશાસ્તિકાયદેશ, આકાશાસ્તિકાયપ્રદેશ, અદ્ધાસમય તથા રૂપી અજીવમાં સ્કંધ, રકંધદેશ, સ્કંધપ્રદેશ અને પરમાણુપુદ્ગલનું વર્ણન કર્યું છે (૧૦૩-૧૨૧). વ્યુત્ક્રાન્તિ પદ : - બાર મુહૂર્ત અને ચોવીસ મુહૂર્તનો ઉપપાત અને ઉદ્વર્તન (મરણ) સંબંધી વિરહકાળ કેટલો છે, અહીં જીવ સાંતર ઉત્પન્ન થાય છે કે નિરંતર, એક સમયમાં કેટલા જીવો ઉત્પન્ન થાય છે અને કેટલા મરે છે, ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે, મરીને ક્યાં જાય છે, પરભવનું આયુષ્ય ક્યારે બંધાય છે, આયુબંધ સંબંધી આઠ આકર્ષ કયા છે – આ આઠ દ્વારો વડે જીવનું વર્ણન કરવામાં આવ્યું છે (૧૨૨૧૪૫).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org