________________
૮૦
અંગબાહ્ય આગમો ઉચ્છવાસ પદ :
આ પદમાં નૈરયિક વગેરેના ઉચ્છવાસ ગ્રહણ કરવાના અને છોડવાના કાળનું વર્ણન છે (૧૪૬). સંજ્ઞી પદ :
આમાં આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માયા, લોભ અને ઓઘ સંજ્ઞાઓના વિષય લઈને જીવોનું વર્ણન છે (૧૪૭-૧૪૯). યોનિ પદ :
આ પદમાં શીત, ઉષ્ણ, શીતોષ્ણ, સચિત્ત, અચિત્ત, મિશ્ર, સંવૃત્ત, વિવૃત્ત, સંવૃત્ત-વિવૃત્ત, કૂર્મોન્નત, શંખાવર્ત અને વંશીપત્ર યોનિઓના વિષય લઈને જીવોનું વર્ણન છે (૧૫૦-૧૫૩). ચરમાગરમ પદ :
આ પદમાં ચરમ, અચરમ વગેરે પદોના આશ્રયથી રત્નપ્રભા વગેરે પૃથ્વીઓ, સ્વર્ગ, પરમાણુપુદ્ગલ, જીવ વગેરેનું વર્ણન છે (૧૫૪-૧૬૦). ભાષા પદ :
આ પદમાં બતાવવામાં આવ્યું છે કે સત્ય ભાષા દસ પ્રકારની છે – જનપદસત્ય, સંતસત્ય, સ્થાપનાસત્ય, નામસત્ય, રૂપસત્ય, પ્રતીત્યસત્ય, અપેક્ષાસત્ય, વ્યવહારસત્ય, યોગસત્ય અને ઉપમા સત્ય. મૃષા ભાષા દસ પ્રકારની હોય છે – ક્રોધનિશ્રિત, માનનિશ્રિત, માયાનિશ્રિત, લોભનિશ્રિત, પ્રેમનિશ્રિત,
ષનિશ્રિત, હાસ્યનિશ્રિત, ભયનિશ્રિત, આખ્યાયિકાનિશ્રિત અને ઉપધાતનિશ્ચિત. સત્યમૃષા ભાષા દસ પ્રકારની છે – ઉત્પન્નમિશ્રિત, વિગત મિશ્રિત, ઉત્પન્નવિગતમિશ્રિત, જીવમિશ્રિત, અજીવમિશ્રિત, જીવાજીવમિશ્રિત, અનંતમિશ્રિત, પ્રત્યેકમિશ્રિત, અદ્ધામિશ્રિત અને અદ્ધાદ્ધમિશ્રિત. અસત્યામૃષા ભાષા બાર પ્રકારની છે – આમંત્રણી, આજ્ઞાપની, યાચની, પૃચ્છની, પ્રજ્ઞાપની, પ્રત્યાખ્યાની, ઈચ્છાલોમા (ઈચ્છાનુકૂળ), અનભિગૃહીતા, અભિગૃહીતા, સંશયકરણી, વ્યાકૃતા અને અવ્યાકૃતા. વચન સોળ પ્રકારના હોય છે – એકવચન, દ્વિવચન, બહુવચન, સ્ત્રીવચન, પુરુષવચન, નપુંસકવચન, અધ્યાત્મવચન, ઉપનીતવચન, અપની તવચન, ઉપનીતાપનીતવચન, અપની તોપનીતવચન, અતીતવચન, પ્રત્યુત્પન્નવચન, અનાગતવચન, પ્રત્યક્ષવચન અને પરોક્ષવચન (૧૬૧-૧૭પ). ૧. આ પદનું વિવેચન ઉપાધ્યાય યશોવિજયજીએ કર્યું છે જેનો ગુજરાતી ભાવાર્થ પ.ભગવાનદાસ
હર્ષચન્દ્ર પ્રજ્ઞાપનાસૂત્ર, દ્વિતીય ખંડ, પૃ. ૮૧૮-૩ષ્માં આપ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org