________________
અંગબાહ્ય આગમો
૭૪
કપિંજલ, પારાવત, ચટક (ચકલી), ચાસ, કુક્કડ (ફૂકડો), શુક, બીં (મયૂર), મદનશલાકા, કોયલ, સેહ, વરિલ્લગ (૩૫).
મનુષ્ય ત્રણ પ્રકારના હોય છે – કર્મભૂમક, અકર્મભૂમક અને અન્તરદ્વીપક. અન્તરદ્વીપક – એકોરુક, આભાસિક, વૈષાણિક, નાંગોલિક, હયકર્ણ, ગજકર્ણ, ગોકર્ણ, શબ્દુલીકર્ણ, આદર્શમુખ, મેંઢમુખ, અયોમુખ, ગોમુખ, અશ્વમુખ, હસ્તિમુખ, સિંહમુખ, વ્યાઘ્રમુખ, અશ્વકર્ણ, હરિકર્ણ, આકર્ણ, કર્ણપ્રાવરણ, ઉલ્કામુખ, મેઘમુખ, વિદ્યુત્સુખ, વિદ્યુદ્ઘન્ત, ઘનદંત, લષ્ટદંત, ગૂઢદંત, શુદ્ધદંત (૩૬).
અકર્મભૂમક ત્રીસ હોય છે
પાંચ રમ્યકવર્ષ, પાંચ દેવકુરુ, કર્મભૂમક પંદર હોય છે
પાંચ ભરત, પાંચ ઐરાવત, પાંચ મહાવિદેહ. તે બે પ્રકારના હોય છે આર્ય અને મ્લેચ્છ. મ્લેચ્છ શક, યવન, ચિલાત (કિરાત), શબર, બર્બર, મુરુડ, ઉડ્ડ (ઓડ્ર), ભડગ, નિÇગ, પક્કણિય, કુલક્ખ, ગોંડ, સિંહલ, પારસ, ગોધ, કોંચ, અંધ, દમિલ (દ્રવિડ), ચિલ્લલ, પુલિંદ, હારોસ, ડોંબ, બોક્કણ, ગંધહારગ (?), બહલીક, અજઝલ (જલ?), રોમપાસ (?), બકુશ, મલય, બંધુય, સૂયલ, કોંણગ, મેય, પદ્ધવ, માલવ, મગર, આભાસિય, અણખ્ખુ, ચીણ, લાસિક, ખસ, ખાસિય, નેહુર, મોંઢ, ડોંબિલગ, લઓસ, પઓસ, કેકય, અક્બાગ, હૂણ, રોમક, રુરુ, મય વગેરે (૩૭).
―
પાંચ હૈમવત, પાંચ હિરણ્યવત, પાંચ હરિવર્ષ, પાંચ ઉત્તરકુરુ (૩૬).
-
----
Jain Education International
આર્ય બે પ્રકારના હોય છે ઋદ્ધિપ્રાપ્ત અને અવૃદ્ધિપ્રાપ્ત. ઋદ્ધિપ્રાપ્ત અરહંત, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, ચારણ અને વિદ્યાધર. અમૃદ્ધિપ્રાપ્ત નવ
-
૧. જીવોના ઉક્ત ભેદ-પ્રભેદોનું વર્ણન જીવાજીવાભિગમ (સૂત્ર ૧૫, ૧૭, ૨૦, ૨૧, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૫, ૩૬, ૩૮, ૩૯)માં પણ કરવામાં આવ્યું છે. આ નામોમાં અનેક પાઠભેદો છે અને ટીકાકારે ઘણા શબ્દોની વ્યાખ્યા ન કરતાં માત્ર ‘સંપ્રદાયગમ્ય' કહેલ છે. શોધ કરવામાં આવે તો ઘણાં શબ્દોનો પત્તો લાગી શકે.
૨. અનાર્ય જાતિઓની યાદી માટે જુઓ પ્રશ્નવ્યાકરણ, પૃ. ૧૩; ભગવતી, પૃ. ૫૩ (૫. બેચરદાસ); ઉત્તરાધ્યયન ટીકા, પૃ. ૧૬૧ અ; પ્રવચનસારોદ્ધાર, પૃ. ૪૪૫. આ યાદીમાં પણ અશુદ્ધ પાઠો છે. જુઓ – જગદીશચન્દ્ર જૈન, લાઈફ ઈન એન્સિયન્ટ ઈન્ડિયા, પૃ.
૩૫૮-૬૬.
૩. અરહંત, ચક્રવર્તી અને બલદેવના વિષયમાં કહેવામાં આવ્યું છે કે તેઓ તુચ્છ, દરિદ્ર, કૃષ્ણ, ભિક્ષુક અને બ્રાહ્મણ કુળોમાં જન્મ ધારણ નથી કરતા; ઉગ્ર, ભોગ, રાજન્ય, ઇક્ષ્વાકુ, ક્ષત્રિય, હરિવંશ વગેરે વિશુદ્ધ કુળોમાં જ જન્મે છે
કલ્પસૂત્ર, ૨૫.
For Private & Personal Use Only
www.jainelibrary.org