Book Title: Angabahya Agam Jain History Series 2
Author(s): Jagdishchandra Jain, Mohanlal Mehta
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
६८
અંગબાહ્ય આગમો આ પદોનું વિસ્તૃત વર્ણન ગૌતમ ઈન્દ્રભૂતિ અને મહાવીરના પ્રશ્નોત્તર રૂપે કરવામાં આવ્યું છે. જેવી રીતે અંગોમાં ભગવતીસૂત્ર તેવી જ રીતે ઉપાંગોમાં પ્રજ્ઞાપના સૌથી મોટું છે. આ ઉપાંગના કર્તા વાચકવંશીય પૂર્વધારી આર્ય શ્યામાચાર્ય છે જે સુધર્માસ્વામીની ત્રેવીસમી પેઢીએ થઈ ગયા હતા અને મહાવીરનિર્વાણના ૩૭૬ વર્ષ બાદ હયાત હતા. આના ટીકાકાર મલયગિરિ છે જેમણે હરિભદ્રસૂરિકૃત વિષમ પદોના વિવરણરૂપ લઘુટીકાના આધારે ટીકા લખી છે. આ આગમને સમવાયાંગ સૂત્રનું ઉપાંગ માનવામાં આવ્યું છે, જો કે બંનેના વિષયવસ્તુમાં કોઈ સમાનતા નથી. નંદીસૂત્રમાં પ્રજ્ઞાપનાની ગણના અંગબાહ્ય આવશ્યક વ્યતિરિક્ત ઉત્કાલિક શ્રુતમાં કરવામાં આવી છે. પ્રજ્ઞાપના પદ :
પ્રજ્ઞાપના બે પ્રકારની છે – જીવપ્રજ્ઞાપના અને અજીવપ્રજ્ઞાપન (સૂત્ર ૧). અરૂપી અજીવપ્રજ્ઞાપના દસ પ્રકારની છે – ધર્માસ્તિકાય, ધર્માસ્તિકાયનો દેશ, ધર્માસ્તિકાયનો પ્રદેશ, અધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયનો દેશ, અધર્માસ્તિકાયનો પ્રદેશ, આકાશાસ્તિકાય, આકાશાસ્તિકાયનો દેશ, આકાશાસ્તિકાયનો પ્રદેશ અને અદ્ધાસમય (કાળ) (૩). રૂપી અજીવપ્રજ્ઞાપના ચાર પ્રકારની છે – સ્કંધ, સ્કંધદેશ, સ્કંધપ્રદેશ અને પરમાણુપુદ્ગલ (૪). એકેન્દ્રિય સંસારી જીવપ્રજ્ઞાપના પાંચ પ્રકારની છે – પૃથ્વીકાયિક, અષ્કાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક (૧૦). બાદર પૃથ્વીકાયિક અનેક પ્રકારના છે – શુદ્ધ પૃથિવી, શર્કરા (કાંકરા), વાલુકા (રેતી), ઉપલ (નાના પત્થરો), શિલા, લવણ, ઊષ (ખાર), લોઢું, તાંબુ, જસત, સીસું, ચાંદી, સોનું, વજરત્ન, હરતાલ, હિંગુલ (હિંગળો), મણસિલ (મનસિલ), સાસગ (પારો), અંજન, પ્રવાલ, અભ્રપટલ (અબરખ), અભ્રવાલુકા અને મણિના વિવિધ પ્રકારો – આ બધા બાદર પૃથિવીકાયિક છે. ગોમેદક, રુચક, અંક, સ્ફટિક, લોહિતાક્ષ, મરકત, મારગલ, ભુજમોચક, ઈન્દ્રનીલ, ચંદનરત્ન, ઐરિક, હંસગર્ભ, પુલક, સૌગંધક, ચંદ્રપ્રભ, વૈડૂર્ય, જલકાંત, સૂર્યકાંત ઈત્યાદિ ખરબાદર પૃથ્વીકાયિક છે (૧૫). બાદર અપ્લાયિક જીવો અનેક પ્રકારના હોય છે – અવશ્યાય (ઝાકળ), હિમ, મહિકા (ધૂમાડો), કરક (કરા), હરતનુ (વનસ્પતિ ઉપર બાઝેલ પાણીનાં ટીપાં), શુદ્ધોદક, શીતોદક, ઉષ્ણોદક, ક્ષારોદક, ખટાશ, ઉદક, અશ્લોદક, લવણોદક, વારુણોદક (મદિરાના સ્વાદવાળું પાણી), ક્ષીરોદક, ધૃતોદક, લોદોદક ૧. ગત મદ્રસૂરિછી દિવૃવષમભાવાર્થ: |
યવનવાદપિ નાતો શેન ત્રિવૃતિ: || – પ્રજ્ઞાપનાટીકા, પૃ. ૩૪૯. ૨. જુઓ – ઉત્તરાધ્યયન (૩૬.૭૩-૭૬) પણ.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org