________________
જેન યોગ એતિહાસિક વિહંગાવલોકન
ભારતમાં જે મુખ્ય ધર્મપરંપરાઓ - વેદિક, જૈન, બૌદ્ધ પરંપરા ચાલી આવે છે તે બધાનો સમાનરૂપથી એક નિશ્ચિત સિદ્ધાંત છે કે માનવજીવનનું અંતિમ સાધ્ય, મનુષ્યજીવનની અંતિમ સફલતા છે એના આધ્યાત્મિક વિકાસની પૂર્ણતા અને તેનાથી પ્રાપ્ત થતી મુક્તિ. બધાં ભારતીય દર્શનોનો અંતિમ ઉદ્દેશ મુક્તિની પ્રાપ્તિનો છે. આ મુક્તિ અર્થાત્ મોક્ષ પ્રાપ્ત કરવાનો માર્ગ એ જ યોગ છે. જે સાધનાથી આત્મ-શક્તિનો વિકાસ થાય. આત્મા સંપૂર્ણપણે “સ્વ” સ્વરૂપમાં સ્થિર થાય એ યોગ છે. જે સાધનાથી આત્માનો પરમાત્મા સાથે સંયોગ થાય આત્મા
સ્વ” સ્વરૂપ પ્રાપ્ત કરે અર્થાત્ “સ્વ” સ્વરૂપમાં સ્થિર થાય એ યોગસાધના છે. બધાં દર્શનોમાં કોઈને કોઈ રૂપમાં યોગનો ઉલ્લેખ મળી આવે છે. જૈન શાસ્ત્રોમાં યોગ શબ્દ પ્રાચીન કાળથી જ જોવા મળે છે. જીવનાં મન, વચન, કાયાની પ્રવૃત્તિને યોગ તરીકે ઓળખવામાં આવે છે. તેવી જ રીતે મોક્ષમાર્ગની સાધના પણ યોગસાધના તરીકે ઓળખાય છે. જૈન દર્શન અને આગમ સાહિત્યમાં આત્માને અનંત શક્તિસંપન્ન કહ્યો છે. આત્મામાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય (શક્તિ) છે. યોગસાધનાથી એ પ્રાપ્ત કરી શકે છે. આત્મા પોતે જ