________________
પરિસ્થિતિમાં એની વૃત્તિ સ્થિર રહે છે. આવી સ્થિતિ જીવ ક્યારે પ્રાપ્ત કરી શકે ? તો જ્યારે આ જીવ (આત્મા) પોતાના આત્માને ઓદારિક, તેજસ અને કાર્પણ આ ત્રણે શરીરથી અને રાગદ્વેષથી રહિત જાણે છે ત્યારે સમભાવની સ્થિતિ હોય છે. જ્યારે આ આત્મા પોતાને સમસ્ત પરદ્રવ્યના પર્યાયોથી અને પરદ્રવ્યોથી ભિન્ન છે એવો નિશ્ચય કરે છે અને એવી પ્રતીતી થાય છે એ જ સમયે સામ્યભાવ ઉત્પન્ન થાય છે. સર્વજ્ઞ ભગવાને આ સામ્યભાવને જ ઉત્કૃષ્ટ ધ્યાન કહ્યું છે. એ ધ્યાનનું પ્રધાન અંગ છે. એના વિના લોકિક પ્રયોજન માટે અન્યમતી જે ધ્યાન કરે છે એ નિષ્ફળ હોય છે. મોક્ષનું સાધન તો સામ્યસહિત ધ્યાન જ છે. આવી રીતે જૈન ધર્મનો ભેદજ્ઞાનનો મુખ્ય સિદ્ધાંન્ત જ અહીં પ્રતિપાદિત કરેલો છે.
ધ્યાન માટે યોગ્ય સ્થાન ?
ધ્યાન અર્થાત્ સાધના કરવા માટે યોગ્ય સ્થાન અને સ્થિર આસન પણ બહુ જ મહત્ત્વનાં છે. એટલે આચાર્ય શુભચંદ્ર ધ્યાન કરવા માટે ક્યાં સ્થાન યોગ્ય છે એ સમજાવે છે. પ્રથમ તો જે એકાંત સ્થાન હોય ત્યાં ધ્યાન કરવાનું કહે છે. અને જ્યાં ધ્યાન કરવામાં વિઘ્ન આવે, મન ચલિત થવાનો સંભવ હોય એવા સ્થાને ધ્યાન કરવાનો નિષેધ કર્યો છે. જે સિધ્ધક્ષેત્ર હોય કે જ્યાંથી ઘણા મહાપુરૂષોએ ધ્યાન ધરી સિદ્ધગતિ પ્રાપ્ત કરી છે, તીર્થકર ભગવાન જ્યાં વિચર્યા છે, જે તીર્થકરોની 12કલ્યાણભૂમિ છે એવાં સ્થાન ધ્યાનની સિદ્ધિ માટે ઉત્તમ છે. જે સ્થાનમાં સાધકનું ચિત્ત સ્થિરતા પ્રાપ્ત કરી શકે એ સ્થાન ધ્યાન માટે યોગ્ય છે. એના માટે યોગ્ય સ્થાન સાથે યોગ્ય આસન પણ એટલું જ મહત્ત્વનું છે જે આચાર્ય શુભચંદ્ર ૨૮મા પ્રકરણમાં વર્ણવ્યા છે. જે જે આસનમાં સ્થિર થઈ સાધક (યોગી) પોતાનું મન નિશ્ચલ કરી સાધના કરી શકે એ આસન ઉપયોગી છે. પર્યકાસન, અર્ધપર્યકાસન, વજાસન, વિરાસન, સુખાસન, પદ્માસન તથા કાયોત્સર્ગ ધ્યાન માટે યોગ્ય આસન છે. આગળ કહે છે કે વર્તમાનમાં કાલદોષના કારણે મનુષ્ય પૂર્વકાળ (પહેલાંના કાળ) પ્રમાણે વીર્યવાળા નથી અર્થાત્ એમનામાં સામર્થ્યની હીનતા છે એટલે અમુક આચાર્ય પર્યકાસન (પદ્માસન) અને કાયોત્સર્ગ આ બે જ આસન ધ્યાન માટે યોગ્ય ગણે છે. આવી રીતે આચાર્ય શુભચંદ્ર યોગાભ્યાસ માટે આસનનો એક સાધનના રૂપમાં સ્વીકાર કર્યો છે. એમણે આસનને ઉપયોગી માન્યું છે. જ્યાં સુધી એ ધ્યાન માટે સહાયક બને ત્યાં સુધી જ એની આવશ્યકતા સ્વીકારી છે.
૨૦૦
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની