Book Title: Amrut Yognu Prapti Mokshni
Author(s): Rashmi Bheda
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 282
________________ નથી, એ અપૂર્વ છે. એમાંથી શાસ્ત્રને શ્રવણ કરવાનો, મનન કરવાનો, વિચારવાનો, અન્યને બોધ કરવાનો, શંકા, કંખા ટાળવાનો, ધર્મકથા કરવાનો, એકત્વ વિચારવાનો, અનિત્યતા વિચારવાનો, અશરણતા વિચારવાનો, વૈરાગ્ય પામવાનો, સંસારનાં અનંત દુઃખ મનન કરવાનો અને વીતરાગ ભગવંતની આજ્ઞા વડે કરીને આખા લોકાલોકના વિચાર કરવાનો અપૂર્વ ઉત્સાહ મળે છે. ભેદે ભેદે કરીને એના પાછા અનેક ભાવ સમજાવ્યા છે.' ધર્મધ્યાનના ચાર ભેદ કહ્યા છે. (૧) આજ્ઞાવિચય (૨) અપાયરિચય (૩) વિપાકવિચય (૪) સંસ્થાન વિચય આ ચાર ભેદ વિચારીને સમ્યકત્વસહિત શ્રુત અને ચારિત્રધર્મની આરાધના કરવાથી અનંત જન્મ-મરણ ટળે છે. ધર્મધ્યાનનાં ચાર લક્ષણ છે : (૧) આજ્ઞારુચિ (૨) નિસર્ગરુચિ (૩) સૂત્રરુચિ (૪) ઉપદેશરુચિ ધર્મધ્યાનના ચાર આલંબન કહે છે – (૧) વાંચના (૨) પૃચ્છના (૩) પરાવર્તના (૪) ધર્મકથા ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષા છે : (૧) એકત્વઅનુપ્રેક્ષા (૨) અનિત્યાનુપ્રેક્ષા (૩) અશરણાનુપ્રેક્ષા (૪) સંસારાનુપ્રેક્ષા જૈન દર્શનમાં બાર અનુપ્રેક્ષા અર્થાત્ ભાવના સમજાવી છે. મુક્તિ સાધ્ય કરવા માટે વૈરાગ્યની આવશ્યકતા છે. તે વૈરાગ્યને દૃઢ કરવા માટે આ બાર ભાવના ચિંતવવાનું જ્ઞાની પુરુષોએ કહ્યું છે. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે આ સંસાર આધિ, વ્યાધિ અને ઉપાધિ આવા ત્રણ પ્રકારના તાપથી યુક્ત છે. જેનાથી સંસારમાં મહા તાપ, અનંત શોક અને અનંત ભય છે. આવા સંસારરૂપી સમુદ્રમાંથી પાર પડવું એટલે જ મુક્તિ પ્રાપ્ત કરવી. મુક્તિ એટલે સંસારના શોકથી મુક્ત થવું તે. ‘સૂત્રકૃતાંગ’ના બીજા અંગના પ્રથમ શ્રુતસ્કંધના છઠ્ઠા અધ્યયનની ચોવીસમી ગાથાના ત્રીજા ચરણમાં કહ્યું છે – निव्वाणसेठा जह सव्वधम्मा બધાંય દર્શનોમાં મુક્તિને શ્રેષ્ઠ કહી છે. અને મુક્તિને ઇચ્છી છે. મુક્તિ જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ ૨૫૩

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347