________________
સમતાભાવ માટે જૈન ધર્મમાં સામાયિકનું મહત્ત્વનું સ્થાન છે. સામાયિક સમતાને કહેવાય. શ્રીમદ્ રાજચંદ્રે ‘સામાયિક’ શબ્દને સમજાવતાં કહ્યું છે - ‘સામાયિક શબ્દની વ્યુત્પત્તિ સમ+આય+ઇક એ શબ્દોથી થાય છે. ‘સમ’ એટલે રાગદ્વેષરહિત માધ્યસ્થ પરિણામ, ‘આય’ એટલે તે સમભાવથી ઉત્પન્ન થતો જ્ઞાનદર્શનચારિત્રરૂપ મોક્ષમાર્ગનો લાભ અને ‘ઇક’ કહેતાં ભાવ એમ અર્થ થાય છે. એટલે જે વડે કરીને મોક્ષમાર્ગનો લાભદાયક ભાવ ઊપજે તે સામાયિક. સમતાની વિચારણા અર્થે બે ઘડીનું સામાયિક કરવાનું કહ્યું છે. સામાયિક મનના ઘોડા દોડતા અટકાવવા સારું પ્રરૂપેલ છે.’ પૃ.૭૦૩ શ્રીમદ્ રાજચંદ્ર,
આચાર્ય હરિભદ્રસૂરિએ ‘યોગબિંદુ’માં યોગમાર્ગનાં જે પાંચ અંગ બતાવ્યાં છે તેમાંથી એક અંગ ‘સમતા’ છે. બધા જૈન આચાર્યોએ યોગમાર્ગમાં આગળ વધતા સાધકને સમભાવ કેળવવાનો ઉપદેશ આપ્યો છે. યોગશાસ્ત્રમાં આચાર્ય હેમચંદ્ર, જ્ઞાનાર્ણવમાં આચાર્ય શુભચંદ્ર સમભાવથી રાગદ્વેષનો જય કરવાનું કહે છે. યોગીરાજ આનંદઘનજી શાંતિનાથ ભગવાનના સ્તવનમાં શાંતિનું સ્વરૂપ સમજાવતાં સમતાયોગનું સ્વરૂપ સમજાવે છે. શ્રીમદ્ રાજચંદ્ર ગૃહસ્થપણે બાહ્યજીવન જીવતા હોવા છતાં અંતરંગમાં નિગ્રંથભાવે નિર્લેપ રહેતા. રાગરહિત સમભાવની દશા એમને સ્વાભાવિક હતી, જે એમના સાહિત્યમાં આપણે અનુભવી શકીએ છીએ. સર્વોત્તમ યોગીનું લક્ષણ આપતાં એ લખે છે કે ‘જે સર્વ પ્રકા૨ની સ્પૃહાથી રહિત હોય.’ એમના લખેલ કાવ્ય ‘અપૂર્વ અવસ૨’માં સમભાવી આત્મા કેવો હોય એનું વર્ણન કર્યું છે. આચાર્ય બુદ્ધિસાગરજી પણ આત્મધ્યાન કરવા માટે સામ્યભાવ કેળવવો જરૂરી છે જણાવે છે. સામ્યભાવી આત્મા કર્મબંધન કરતો નથી પણ કર્મની નિર્જરા કરે છે. અને ક્ષપક શ્રેણી પ્રાપ્ત કરી કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રાપ્ત કરી મોક્ષ પ્રાપ્ત કરે છે.
આવી રીતે બધા આચાર્યો એક જ નિષ્કર્ષ પર પહોંચે છે કે સામ્યભાવ દ્વારા જ મોક્ષ પ્રાપ્ત થાય છે. ભગવદ્ ગીતામાં પણ યોગી એને જ કહ્યો છે જે સમત્વમાં સ્થિર હોય. યોગીની વ્યાખ્યા એક જ છે, યોગમાર્ગ પણ એક છે પછી એ જૈન ધર્મ હોય કે વૈદિક હોય - એના માટે યોગીનાં લક્ષણ પણ બધા સમાન બતાવેલા છે.
-
66
ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં શ્રીકૃષ્ણે યોગની વ્યાખ્યા કરી છે, મમત્વ યોગ ઉચ્યતે ” અર્થાત્ સમત્વ એ જ યોગ છે. ગીતાના છઠ્ઠા
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
૩૦૪