________________
જૈન દર્શનમાં યોગની વ્યાખ્યા મોક્ષેપ યોગનન્િયો:” એમ કરેલી છે. અર્થાત્ જે પ્રક્રિયા વડે આત્મા શુદ્ધ આત્મસિદ્ધિરૂપ મોક્ષને પામે અર્થાત્ પોતાનું શુદ્ધ આત્મસ્વરૂપ પામે અર્થાત્ પરમાત્મપદ પ્રાપ્ત કરે તે યોગ. અહીં હરિભદ્રાદિ શ્વેતાંબર આચાર્યો આ મોક્ષસાધનામાં કારણભૂત જે પણ પરિશુદ્ધ ધર્મવ્યાપાર છે. (વ્રત, નિયમ, આવશ્યક ક્રિયા, ચૈત્યવંદન, પ્રતિક્રમણ... ઈ.) તે સર્વ ધર્મવ્યાપારને યોગ કહે છે. ધર્મ એટલે વસ્તુસ્વભાવ અર્થાત્ આત્મવસ્તુનો સ્વભાવ તે આત્મધર્મ. આત્મા પોતાના શુદ્ધ દર્શનજ્ઞાનમય સ્વભાવમાં વર્તે તે જે વાસ્તવિક ધર્મ છે, તે જ ચારિત્ર છે અને તે જ યોગ છે. નિજ આત્મસ્વભાવમાં રમણતા કરવી એ જ આત્મધર્મ છે. જેમ નિર્મલતા એ સ્ફટિક રત્નનો સ્વભાવ હોવાથી તેનો ધર્મ છે તેમ કષાય અભાવરૂપ નિર્મલતા અર્થાત્ આત્માશુદ્ધિ એ જ આત્માનો શુદ્ધ સ્વભાવ હોઈ એ આત્માનો ધર્મ છે. પણ રાગ દ્વેષ મોહ આદિ વિભાવ પરિણામોને લીધે આત્માના નિર્મળ શુદ્ધ સ્વભાવ પર આવરણ આવે છે. જેટલે અંશે આ રાગાદિ વિભાવ દૂર થાય તેનો આત્મસ્વભાવ પ્રગટતો જાય છે. સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનથી માંડીને મોક્ષપ્રાપ્તિ પર્યત ઉત્તરોત્તર આ આત્મસ્વભાવ પ્રગટતો જાય છે. આ શુદ્ધ આત્મસ્વભાવ પ્રગટ કરવા માટે જે જે પરિશુદ્ધ ધર્મવ્યાપારા કરાય છે એ યોગ છે. કારણ આ બધો ધર્મવ્યાપાર સમ્યકત્વના શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ કરવાના કારણરૂપ છે. યોગદૃષ્ટિસમુચ્ચયમાં આચાર્ય હરિભદ્રસૂરિએ યોગમાર્ગ પર આત્માનો વિકાસ આઠ યોગદૃષ્ટિઓના માધ્યમથી બતાવ્યો છે. અહીં પાંચમી સ્થિરા દૃષ્ટિથી સમ્યકત્વનો પ્રારંભ થાય છે. મિત્રો આદિ પ્રથમ ચાર દૃષ્ટિમાં મિથ્યાત્વ છે. છતા તેને સદુદ્દષ્ટિ, યોગદૃષ્ટિ ગણી છે. કારણ તે સમ્યત્વના કારણરૂપ થાય છે. એટલે કારણમાં કાર્યનો ઉપચાર કરવામાં આવ્યો છે. આવી રીતે વ્યવહારનયના આલંબને નિશ્ચયનય પામવાનો છે.
યોગશતક’ આ ગ્રંથમાં હરિભદ્રસૂરિએ યોગના મુખ્ય બે ભેદ બતાવ્યા છે - નિશ્ચય યોગ અને વ્યવહાર યોગ. નિશ્ચય દૃષ્ટિએ સમ્ય દર્શન, સમ્યગૂ જ્ઞાન અને સમ્યગુ ચારિત્રનું આત્મા સાથે સંબંધિત થવું એ યોગ છે કારણ તે મોક્ષ સાથે યોજન કરી આપે છે. જ્યારે ગુરૂવિનય, શાસ્ત્રશ્રવણ, શાસ્ત્રવિહિત કાર્યોનું યથાશક્તિ પાલન અને નિષિદ્ધ કાર્યોનો યથાશક્તિ ત્યાગ વગેરે અનુષ્ઠાન છે. સમ્યગૂજ્ઞાનાદિના પ્રધાન સાધન હોવાથી વ્યવહારદષ્ટિએ યોગ છે. જ્યારે દિગંબરાચાર્ય કુંદકુંદ ‘સમયસાર” તેમજ “નિયમસારમાં કહે છે કે
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
૩૧૨