Book Title: Amrut Yognu Prapti Mokshni
Author(s): Rashmi Bheda
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 340
________________ નિજ આત્મસ્વરૂપ મુદા પ્રગટે, મનતાપ ઉતાપ તમામ મટે , અતિ નિર્ભરતા વણદામ ગ્રહો, ભજીને ભગવંત ભવંત લહો... || સમભાવી સદા પરિણામ થશે, જડ મંદ અધોગતિ જન્મ જશે, શુભમંગળ આ પરિપૂર્ણ ચહો, ભજી ને ભગવંત ભવંત લહો... |૩|| જિનેશ્વર, અરિહંત પરમાત્માની ભક્તિ અહો! આશ્ચર્યકારક માહામ્યવાળી છે. કલ્પવૃક્ષ સમાન વાંછિત ફળને આપનાર છે. કલ્પવૃક્ષ સમાન અનુપમ ફળદાયક પ્રભુભક્તિને ધારણ કરવાથી અને જિનેશ્વર ભગવંતને ભજવાથી અનંત દુઃખમય ભવભ્રમણાનો અંત થાય છે. પોતાના શુદ્ધ આત્મસ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે. પરમાત્મા ભક્તિથી શુદ્ધ ભાવ અને સ્વરૂપદર્શન પમાય છે તેથી સમતાભાવ અને સમપરિણતિ આવે છે જેથી નવીન કર્મબંધ અટકે છે અને પૂર્વસંચિત કર્મ ક્ષય થાય છે અને સર્વોત્તમ સદ્ગતિ અર્થાત્ પંચમ ગતિરૂપ મોક્ષપદ પ્રાપ્ત થાય છે. જ્ઞાનમાર્ગ, ક્રિયામાર્ગ અને ભક્તિમાર્ગ એ ત્રણેમાં ભક્તિમાર્ગ અર્થાત્ ભક્તિયોગ સર્વેને માટે સુગમ રાજ માર્ગ કહ્યો છે. સગુરૂ દ્વારા ભક્તિમાર્ગનું મહાભ્ય શ્રવણ કરવા છતા તે માર્ગમાં પ્રવેશ થતો નથી એટલે હે પ્રભુ હે પ્રભુ આ પદમાં શ્રીમદ્ રાજચંદ્ર પોતાની વ્યથા પ્રગટ કરે છે - અચિંત્ય તુજ મહાભ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ... ૬ ભક્તિ માર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દ્રઢ ભાન; સમજ નહીં નિજધર્મની, નહિ શુભ દેશે સ્થાન... ૮ આવી રીતે શ્રીમદ્ રાજચંદ્ર જે આ કાળના અભુત જ્ઞાનાવતાર, વિદેહી દશાયુક્ત, તત્વજ્ઞશિરોમણી હતા તેમણે પણ તેમના આધ્યાત્મિક સાહિત્યમાં પ્રભુભક્તિને સ્થાન આપ્યું છે. અને મોક્ષમાર્ગ માટે જ્ઞાનયોગ કર્મયોગ સાથે ભક્તિયોગ પણ મહત્વનો અને સરળ કહ્યો છે. યોગમાર્ગ વિશે શ્વેતાંબર અને દિગંબર આચાર્યોની વિચારણા ઉપસંહાર ૩૧૧

Loading...

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347