________________
- “ભક્તિ” એ સર્વ દોષોનો ક્ષય કરવાવાળી છે; માટે તે સર્વોત્કૃષ્ટ છે.
પૃ.૭૧૦ શ્રીમદ્ રાજચંદ્ર - ઘણા ઘણા પ્રકારથી મનન કરતા અમારો દ્રઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે. ભક્તિથી અહંકાર મટે, સ્વચ્છેદ ટળે, અને સીધા માર્ગે ચાલ્યું જવાય; અન્ય વિકલ્પો માટે આવો એ ભક્તિમાર્ગ શ્રેષ્ઠ છે.
પૃ.૬૮૭ શ્રીમદ્ રાજચંદ્ર - “ભક્તિ જ્ઞાનનો હેતુ છે, જ્ઞાન મોક્ષનો હેતુ છે. અક્ષરજ્ઞાન ન હોય તેને ભક્તિ પ્રાપ્ત થવી અસંભવિત છે એવું કાંઈ છે નહીં. જીવ માત્ર જ્ઞાનસ્વભાવી છે. ભક્તિના બળે જ્ઞાન નિર્મળ થાય છે, નિર્મળ જ્ઞાન મોક્ષનો હેતુ થાય છે.”
પૃ.૪૩૦ શ્રીમદ્ રાજચંદ્ર - સર્વ વિભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજપણ આત્મા ભજે તેને શ્રી જિને તીવ્રજ્ઞાનદશા કહી છે. કોઈક જીવથી એ ગહન દશાનો વિચાર થઈ શકવા યોગ્ય છે, કેમ કે અનાદિથી અત્યંત અજ્ઞાન દશાએ આ જીવ પ્રવૃત્તિ કરી છે, એ પ્રવૃત્તિ એકદમ અસત્ય, અસાર સમજી તેની નિવૃત્તિ સૂઝે એમ બનવું બહુ કઠણ છે માટે જ્ઞાની પુરૂષનો આશ્રય કરવા રૂપ ભક્તિમાર્ગ જિને નિરૂપણ કર્યો છે, કે જે માર્ગ આરાધવાથી સુલભપણ જ્ઞાનદશા ઉત્પન્ન થાય છે.
પૃ.૪૫૪ શ્રીમદ્ રાજચંદ્ર - શ્રી વલ્લભાચાર્ય કહે છે કે શ્રીકૃષ્ણ ગોપી સાથે વર્તતા હતા, તે જાણીને ભક્તિ કરો. યોગી જાણીને તો આખું જગત ભક્તિ કરે છે પણ ગૃહસ્થાશ્રમમાં યોગદશા તે જાણીને ભક્તિ કરવી એ વૈરાગ્યનું કારણ છે.
પૃ.૭૧૦ શ્રીમદ્ રાજચંદ્ર એમના લખેલ પદ્યસાહિત્યમાં પણ પ્રભુ ભક્તિ, સદ્ગુરૂ ભક્તિના પદો છે. ૧૬ વર્ષની નાની વયે લખેલ મોક્ષમાળામાં ૧૫માં પાઠમાં જિન ભક્તિનો ઉપદેશ છે.
શુભ શીતળતામય છાંય રહી, મનવાંછિત જ્યાં ફળ પંક્તિ કહી, જિનભક્તિ ગ્રહો તરૂકલ્પ અહો, ભજીને ભગવંત ભવંત લહો... |૧
૩૧૦
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની