________________
કર્મયોગનો સતત અભ્યાસ જ સાધકને જ્ઞાનયોગના અધિકારી બનાવે છે. કર્મયોગના અભ્યાસથી જ્ઞાનયોગમાં આગળ વધાય છે અને ધ્યાનયોગ સધાય છે. આવી રીતે જ્ઞાન અને ક્રિયાશુદ્ધ આત્મજ્ઞાન રાગદ્વેષરહિત નિષ્કષાય શુદ્ધ આત્મપરિણીતરૂપ ક્રિયા - આ બેઉના સમન્વયથી જ યોગી ધ્યાનયોગ પર ચઢી મોક્ષ પ્રાપ્ત કરી શકે છે.
ભક્તિયોગ યોગમાર્ગમાં જ્ઞાનયોગ અને કર્મયોગની જેમ ભક્તિયોગ પણ મહત્વનો છે. ભગવદ્ ગીતામાં કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ આ મુખ્ય ત્રણ યોગનું વિવેચન સાંખ્યાદિ દર્શન અનુસાર કરવામાં આવ્યું છે. જૈન દર્શનમાં પણ કર્મયોગ અને જ્ઞાનયોગ સાથે ભક્તિયોગ સમજાવ્યો છે.
યોગ એ મોક્ષ પ્રાપ્તિનો માર્ગ છે જે અલગ અલગ પ્રકારે બતાવેલો છે. જૈન દર્શન પ્રમાણે મોક્ષ પ્રાપ્તિ અર્થાતુ પોતાના શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરવાની છે એ જ પરમાત્મતત્વની પ્રાપ્તિ છે. આ પરમાત્માની અર્થાત્ જિનેશ્વર ભગવાનની શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવાથી, સ્તવના કરવાથી પરમાત્મા સાથે એકરૂપ બની પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત થાય છે. આ જ ભક્તિયોગ છે. વીતરાગ પરમાત્માના ભક્તિથી સાધક સાધના શરૂ કરી અંતે નિરાલંબન ધ્યાનની ઉચ્ચતમ અવસ્થાએ પહોંચે છે. વીતરાગ પરમાત્મા જેમણે રાગ, દ્વેષ, કષાય આદિ પર સંપૂર્ણ વિજય પ્રાપ્ત કર્યો છે એમનું આલંબન લઈને ધ્યાનની શરૂઆત કરાય છે. ભક્તિયોગથી જ્ઞાનયોગમાં પ્રવેશ થાય છે. પરમાત્મા સાથેની આવી અભેદ ઉપાસનાને શ્રેષ્ઠ ઉપાસના ગણી છે.
જૈન સાહિત્યમાં આચાર્યોએ એમના ગદ્ય અને પદ્ય સાહિત્યમાં ઘણા ઠેકાણે આ ભક્તિયોગ વર્ણવ્યો છે. યોગદૃષ્ટિસમુચ્ચયમાં આચાર્ય હરિભદ્રસૂરિએ મનવચન અને કાયાની શુદ્ધિરૂપ કરાયેલી જિનેશ્વરની ઉપાસનાને, ભક્તિને ઉત્કૃષ્ટ યોગબીજ કહ્યું છે.
जिनेषु कुशलं चित्तं, तन्नमस्कार एव च प्रणमादि च संशुद्धं, योगबीजमनुत्तमम् ।।२३।।
અર્થ : જિનેશ્વર પરમાત્મા પ્રત્યે કુશલ એટલે કે શુભ ભાવવાળું ચિત્ત, સ્તુતિ બોલવા દ્વારા તેમને કરાતો નમસ્કાર અને પાંચ અંગ નમાવવાપૂર્વક કરાતો ૩૦૮
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની )