Book Title: Amrut Yognu Prapti Mokshni
Author(s): Rashmi Bheda
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 334
________________ અધ્યાય “આત્મસંયમયોગ” અથવા ધ્યાનયોગમાં કયા પુરુષો યોગારૂઢ થવા માટે, ધ્યાનયોગ માટે અધિકારી છે તો એ સમજાવતાં કહ્યું છે કે અલગ અલગ પરિસ્થિતિમાં જે સમભાવમાં રહી શકે; જેની સ્થિતિ વિકારરહિત છે, જેના માટે માટી, પથ્થર અને સુવર્ણ એક સમાન છે, જે શત્રુ, મિત્ર, ધર્માત્મા, પાપી બધા સાથે સમાનભાવ રાખે એવો પુરુષ શ્રેષ્ઠ છે અને એ જ યોગારૂઢ થઈ શકે. જૈન આચાર્યોએ પણ યોગની આ જ વ્યાખ્યા આપી છે. જ્યારે પતંજલિ ઋષિએ યોગની વ્યાખ્યા “ચિત્તવૃત્તિનિરોઘ યો:” એમ કરી છે. તો અહીં પ્રશ્ન એ થાય છે આ બેમાંથી યોગ શું છે? ચિત્તવૃત્તિનો નિરોધ એ યોગ છે કે સમતા એ યોગ છે? તો વસ્તુતઃ સમતા એ જ યોગ છે. આત્માનું આત્મસ્વરૂપમાં ઠરવાપણું એ યોગ છે અને ચિત્તવૃત્તિનો નિરોધ એ કારણ છે. જ્યાં સુધી ચિત્તની વૃત્તિઓ વિષયોમાં રાગાદિ ભાવે ભટકતી હોય છે ત્યાં સુધી જીવને યોગ નથી હોતો. તેથી આત્મસ્વરૂપમાં ઠરવા માટે ચિત્તવૃત્તિનો નિરોધ એ કારણ છે. જૈનધર્મમાં ઋષભદેવથી વર્ધમાન મહાવીર સુધી ૨૪ તીર્થંકર પરમયોગી હતા. ભ. મહાવીરના સાધનાકાળમાં અધિકતમ સમય એમનો ધ્યાનમાં હતો. એ વખતે એમણે સમત્વની સાધના કરેલી છે. સાધનાકાળમાં જે જે ભયંકર ઉપસર્ગ આવ્યા એ સર્વ એમણે સમતાભાવથી, કોઈ પણ જીવ પર રાગ-દ્વેષ કર્યા વગર સહન કર્યા. યોગ એ સમતાને જીવનમાં ઉતારવાનો અભ્યાસ છે. ગૌતમ બુદ્ધ પણ શીલ, સમાધિ અને પ્રજ્ઞા દ્વારા સમતાને જીવનમાં લાવવાનું કહ્યું છે. આ સમત્વની સાધના માટે યોગ ઉત્કૃષ્ટ સાધન છે. આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિ યોગ માટે આચાર્ય બુદ્ધિસાગરજીએ બહુ જ મહત્ત્વની વાત કરી છે. દરેક ધર્મમાં યોગની પ્રક્રિયા ભિન્ન ભિન્ન રૂપે પરિણમી છે. વેદને માનનાર હિંદુઓ, બૌદ્ધો, ખ્રિસ્તીઓ અને મુસલમાન પણ યોગને માને છે એટલું જ નહીં, પણ નાસ્તિક લોકો પણ નીતિરૂપ યમને માનીને તેના અંશરૂપ યોગને માને છે. કોઈ પણ જીવની હિંસા ન કરવી, જૂઠું ન બોલવું, ચોરી ન કરવી, બ્રહ્મચર્ય પાળવું, કોઈનો વિશ્વાસઘાત ન કરવો, સર્વ પ્રાણીઓનું ભલું ઇચ્છવું આ યોગનું પ્રથમ પગથિયું છે જેનો અમુક અંશ સર્વધર્મવાળા સ્વીકારે છે. યોગમાર્ગમાં એક પછી એક પગથિયા પર ચઢવાનું કહે છે. મન, વચન ઉપસંહાર ૩૦૫

Loading...

Page Navigation
1 ... 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347