________________
દ્વારા સૂક્ષ્મ ચેતનાને જુઓ. ‘જુઓ ધ્યાનનું મૂળ તત્ત્વ છે. તેથી આ ધ્યાનપદ્ધતિનું નામ પ્રેક્ષાધ્યાન છે. આપણને પંચ ઇન્દ્રિયોના વિષયો દ્વારા જે સંકલ્પ-વિકલ્પ ઊઠે છે, જે રૂચિક, અરુચિકર મનોભાવ રાગ અને દ્વેષ પેદા કરે છે એ બેઉ ભાવ પ્રત્યે જે સમ રહીને જુએ છે એના રાગ અને દ્વેષ ઓછા થતા જઈ એ વીતરાગી બની શકે છે.
પાતંજલ યોગસાધનાની પદ્ધતિ :
અષ્ટાંગ યોગમાં અંતિમ લક્ષ્ય સમાધિ પ્રાપ્ત કરવામાં ધ્યાન એ મહત્ત્વનું અંગ છે. જોકે જૈન સાધનાપદ્ધતિનું ધ્યાન એ પાતંજલ સાધનાપદ્ધતિના ધ્યાન કરતાં અધિક વ્યાપક છે. કારણ કે જૈન પરંપરાસંમત ધ્યાનમાં પાતંજલ યોગસંમત પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ ચારે સમાવિષ્ટ થાય છે.
મનની શુદ્ધિ અને સામ્યભાવ ધ્યાનની સિદ્ધિ માટે મનની શુદ્ધિ મહત્ત્વની છે. મનની શુદ્ધિથી જ ધ્યાનની નિર્મલતા થાય છે. કર્મોની નિર્જરા થાય છે અને યોગીનું મન સ્થિર થઈ આત્મસ્વરૂપમાં લીન થાય છે. આનંદઘનજી તીર્થકર કુંથુનાથજીના સ્તવનમાં મનને સ્થિર કરવાની વાત કરે છે. મોક્ષપ્રાપ્તિના અભિલાષી સાધક તપ, ઘોર સાધના કરતા હોય, આગમના ઊંડા અભ્યાસી હોય પણ ચંચળ મનને જો સ્થિર ન કરી શકે તો ક્ષણવારમાં મોહના પાશમાં પટકાઈ જાય છે. તપ-જપ-ધ્યાન વગેરે સર્વ અનુષ્ઠાનો મનોનિગ્રહ વિના વૃથા છે. આચાર્ય શુભચંદ્ર ધ્યાનની સદ્ધિ માટે અન્ય દર્શન સાથે સરખામણી કરે છે. પાતંજલાદિ અન્ય દર્શનવાળા યમ-નિયમાદિ અષ્ટાંગયોગથી મન સ્થિર કરી ધ્યાનની સિદ્ધિ થઈ શકે છે એમ એમનો મત છે. આચાર્ય શુભચંદ્ર આની સાથે સહમત થતા નથી. એમના મત પ્રમાણે મનને વશ કરીને એકાગ્ર કરે તોપણ રાગાદિ કષાયોના સંસ્કાર એટલા પ્રબળ હોય છે કે તે એકાગ્ર કરેલા મનને ચલાયમાન કરી શકે છે.
આ રાગાદિની ઉપસ્થિતિમાં ધ્યાનની સિદ્ધિ થતી નથી. એટલે આ રાગ, દ્વેષ, મોહ આ કષાયોને દૂર કરવા માટે જૈન દર્શનમાં સમતાભાવ અર્થાત્ સામ્યભાવનું મહત્ત્વ બતાવેલું છે. કુંદકુંદાચાર્યની કૃતિ - ‘બારહ કાર્તિકેય અણુપેામાં અનુપ્રેક્ષાનું મહત્ત્વ જોવા મળે છે. સામ્યભાવ માટે અનુપ્રેક્ષાચિંતનથી રાગદ્વેષ દૂર થઈ શકે છે.
ઉપસંહાર
૩૦૩