Book Title: Amrut Yognu Prapti Mokshni
Author(s): Rashmi Bheda
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 330
________________ કર્યા પછી ધ્યાનની સિદ્ધિ માટે પ્રાણાયામનો આશ્રય લીધો છે. જ્યારે જૈનયોગની સાધનામાં પ્રાણાયામને યોગનું અનિવાર્ય અંગ માન્યું નથી. આચાર્ય શુભચંદ્ર અને હેમચંદ્રાચાર્યે દેહના આરોગ્ય અને તેમજ ધ્યાનની સિદ્ધિ માટે મનને એકાગ્ર કરવા માટે પ્રાણાયામની ઉપયોગિતાને માની છે. પણ એ અનિવાર્ય નથી. પ્રાણાયામમાં શ્વાસોશ્વાસરૂપ પવનના આવનજાવનને રોકવાથી પીડા ઉત્પન્ન થાય છે જેથી સાધકની માનસિક સ્થિરતા વિચલિત થવાની શક્યતા હોય છે એટલે પ્રાણાયામની ઉપયોગિતાને ગોણ માની છે. યોગમાં ધ્યાનનું સ્થાન મોક્ષપ્રાપ્તિ માટે યોગમાર્ગમાં ધ્યાન સૌથી મહત્ત્વનું છે. જૈન ધર્મના અંતિમ તીર્થંકરભ. મહાવીર સ્વયં એક મહાન યોગી હતા. એમણે દીક્ષા પછી કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી અર્થાત્ અરિહંત પદપ્રાપ્તિ સુધીના ૧૨ll વરસના કાળમાં અધિકતમ સમય ધ્યાનમાં રહી આત્મચિંતન દ્વારા યોગસાધના કરેલી. જેનાગમોમાં યોગસાધનાના અર્થમાં ધ્યાન શબ્દ પ્રયુક્ત થયેલો જોવા મળે છે. આવશ્યક નિર્યુક્તિના કાયોત્સર્ગ અધ્યયનમાં ધ્યાનના લક્ષણ અને ભેદ-પ્રભેદનું વર્ણન છે. વિશેષાવશ્યકભાષ્ય અને આવશ્યક સૂત્રવૃત્તિમાં ધ્યાનનું સ્વરૂપ, એના ભેદ અને સાધનાનું વિસ્તૃત વિવેચન છે. આચાર્ય શુભચંદ્ર ‘જ્ઞાનાર્ણવ'માં તેમજ આચાર્ય હેમચંદ્ર “યોગશાસ્ત્રમાં અનુક્રમે આત્મજ્ઞાન, કર્મક્ષય અને અંતે મોક્ષપ્રાપ્તિ માટે ધ્યાનને જ મહત્ત્વનું દર્શાવે છે. ઉપમિતિ મવપ્રથા 'માં શ્રી સિદ્ધર્ષિગણિ “જિનાગમોના સર્વ સાર, દ્વાદશાંગીનો નિચોડ શો?” આ પ્રશ્નનો જવાબ આપતાં કહે છે, “સાગર જેવી વિશાળ દ્વાદશાંગીનો સાર નિર્મળ ધ્યાનયોગ છે. શ્રાવકના અને સાધુઓના જે મૂળ ગુણો કે ઉત્તર ગુણો બતાવ્યા છે અને જે જે બાહ્ય ક્રિયાઓ બતાવી છે તે તે સર્વ ધ્યાનયોગને સિદ્ધ કરવા માટે છે.” આચાર્ય હરિભદ્રસૂરિએ યોગબિંદુમાં યોગનાં જે પાંચ અંગ બતાવ્યાં છે એમાંથી એક ધ્યાન છે. ધ્યાનની સફળતા ત્યારે જ પ્રાપ્ત થાય જો ધ્યેય પણ તેટલું જ ઉચ્ચ હોય, સર્વગુણસંપન્ન હોય અર્થાત્ ધ્યાતાના ધ્યેયરૂપે પરમાત્મા હોવા જોઈએ. પરમાત્માનું ધ્યાન એ જ સ્વ-આત્માનું ધ્યાન છે કારણ કે આત્માનું શુદ્ધ સ્વરૂપ અને પરમાત્મા વચ્ચે અભેદ છે. એટલે પરમાત્મપદ પ્રાપ્ત કરવા માટે અર્થાત્ આત્માના શુદ્ધ ઉપસંહાર ૩૦૧

Loading...

Page Navigation
1 ... 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347