________________
અને કયા તબક્કે પહોંચ્યો છે એ યોગદૃષ્ટિના માધ્યમથી બતાવ્યું છે. કઈ ભૂમિકામાં આત્માને સમ્યક્દર્શન પ્રાપ્ત થાય છે ત્યારે કયા દોષોનો ત્યાગ થાય છે અને કયા ગુણોની પ્રાપ્તિ થાય છે એના પછી ઉત્તરોત્તર એનો આધ્યાત્મિક વિકાસ આગળ વધતો પૂર્ણત્વ સુધી પહોંચે છે. એ આત્માના આત્મવિકાસની ક્રમવાર સંપૂર્ણ યાત્રા યોગદષ્ટિસમુચ્ચય'માં બહુ જ સુંદર રીતે બતાવી છે. અહીં યોગસાધનાનો ક્રમસર માર્ગ દર્શાવાયો છે.
એવી જ રીતે એમના બીજા ગ્રંથ “યોગબિંદુમાં આત્માનો આધ્યાત્મિક વિકાસ (૧) અધ્યાત્મ (૨) ભાવના (૩) સમતા (૪) ધ્યાન (૫) વૃત્તિસંક્ષેપ આ પાંચ ભૂમિકામાં બતાવ્યો છે. યોગવિંશિકા' કૃતિમાં યોગ” કોને કહેવાય એ સમજાવતાં કહ્યું છે – “પરિશુદ્ધિ એવો બધો જ ધર્મવ્યાપાર જીવને મોક્ષ સાથે જોડનાર હોવાથી યોગ છે’ અને ‘યોગશતક'માં યોગના બે ભેદ નિશ્ચય અને વ્યવહાર બતાવી એમનું સ્વરૂપ બતાવ્યું છે. મોક્ષ સાથે જોડનાર રત્નત્રયી એટલે કે સમ્યક્ દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર તે નિશ્ચયદષ્ટિએ યોગ છે. અને ગુરુવિનય, શાસ્ત્રશ્રવણ અને શાસ્ત્રવિહિત કાર્યોનું યથાશક્તિ પાલન અને નિષિદ્ધ કાર્યોનો યથાશક્તિ ત્યાગ તે સમ્યક જ્ઞાનાદિનાં પ્રધાન સાધન હોવાથી વ્યવહારષ્ટિએ યોગ છે.
આચાર્ય હેમચંદ્રનું યોગદાન મુમુક્ષુતા – જૈન યોગની વિશેષતા
યોગના અધિકારી થવા માટે સંસારનો બાહ્ય ત્યાગ એ કાંઈ અનિવાર્યપણે આવશ્યક નથી, પણ મુમુક્ષુપણું આવશ્યક છે. ગૃહસ્થાવસ્થામાં રહીને પણ સાચો મુમુક્ષુ યથાયોગ્યપણે યોગ સાધી શકે છે. આ જ જૈન યોગની વિશેષતા છે. આ જ વાત હેમચંદ્રાચાર્યે એમના ગ્રંથ “યોગશાસ્ત્રમાં દર્શાવી છે. એમણે ગૃહસ્થો માટે યોગસાધના બતાવી છે. “યોગશાસ્ત્ર ગ્રંથ એમણે કુમારપાળ રાજા માટે લખ્યો હતો. જો એક રાજવીના જીવનમાં યોગનું સ્થાન હોઈ શકે તો સામાન્ય ગૃહસ્થના જીવનમાં પણ યોગ અશક્ય ન હોય. અર્વાચીન સમયના શ્રીમદ્ રાજચંદ્ર ગ્રહસ્થાવસ્થામાં રહીને પણ એક ઉચ્ચ કક્ષાના યોગી હતા. આત્મવિકાસની કેટલી ઊંચાઈ પહોંચ્યા હતા તે તેમના લખેલ સાહિત્ય અને પત્રો પરથી સમજી શકાય છે. એટલે મોક્ષમાર્ગના અધિકારી તો જે ખરેખરા
ઉપસંહાર
૨૯૯