________________
દરેક આત્મા જેમાં પરમાત્મા થવાની ક્ષમતા છે તે સમ્યક દર્શન-જ્ઞાનચારિત્રરૂપ રત્નત્રયને આદરીને અર્થાત્ યોગમાર્ગને અનુસરીને પરમાત્મપણું પ્રાપ્ત કરી શકે છે. આત્મામાં અનંત શક્તિ રહેલી છે. આત્માનું ઐશ્વર્ય એટલે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત આનંદ. આત્માના આ પોતાના જ ગુણો છે. આ ગુણોનો ઉત્કૃષ્ટ વિકાસ કરી, ઉત્તરોત્તર ગુણસ્થાનકમાં પ્રગતિ કરી એ પોતાના પુરુષાર્થથી પરમાત્મા બની શકે છે. આ આત્મગુણોના આવરક કર્મોનો ક્ષય થતા એ ગુણો પ્રકટ થાય છે. આ ગુણોની પ્રકટીકરણની પ્રક્રિયાને જૈન દર્શનમાં ગુણસ્થાન ક્રમારોહર રૂપે દર્શાવી છે. એવાં ૧૪ગુણસ્થાનો છે જેમાં આત્માનો અનુક્રમે ઉત્તરોત્તર વિકાસ થતા એ આત્મસ્વરૂપમાં રમણતા, સ્થિરતા પ્રાપ્ત કરે છે અંતે ક્ષપક શ્રેણી પ્રાપ્ત કરી વીતરાગતા, કેવળજ્ઞાન અને મોક્ષ પ્રાપ્ત કરે છે. જૈનદર્શનમાં આધ્યાત્મિક સાધનાના ક્ષેત્રે આત્માની ઉન્નતિની પ્રક્રિયા ૧૪ ગુણસ્થાન રૂપે દર્શાવી છે એવી જ રીતે આચાર્ય હરિભદ્રસૂરિએ ૮ યોગદૃષ્ટિઓની પણ એક અનોખી પ્રક્રિયા બતાવી છે. સાધકની આંતરદૃષ્ટિ કેટલી ઊઘડી છે, એનો આત્મવિકાસ કયા તબક્કે પહોંચ્યો છે અને કેટલો પ્રકાશ પ્રગટ્યો છે તે સમજવાની પ્રક્રિયા યોગની આ આઠ દૃષ્ટિ છે.
આ મહાનિબંધ લખવાનો ઉદ્દેશ જે એનું શીર્ષક છે - મોક્ષપ્રાપ્તિનો માર્ગ : યોગ એ બતાવવાનો છે. આ સંબંધી જૈન સાહિત્યના જુદા જુદા આચાર્યોના દૃષ્ટિકોણ અને જૈનદર્શનના આત્માના આધ્યાત્મિક વિકાસ માટેના જુદા જુદા Concepts જેવા કે ગુણસ્થાનક, ભાવના ઇત્યાદિનો આધાર લઈ આ વિષયવસ્તુનું નિરૂપણ કરવાનો પ્રયત્ન કર્યો છે. એનું નિરૂપણ કરતાં એમાંથી આ વિષયસંબંધી મને જે વૈશિચ દેખાયું છે એ અહીં દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે.
આચાર્ય હરિભદ્રસૂરિનું યોગદાન જૈન યોગસાહિત્યમાં આગમ સાહિત્યથી અત્યાર સુધી જૈન યોગ ઉપર ઘણું વિવરણ મળી આવે છે તેમજ ઘણું સાહિત્ય પણ લખાયેલું છે. પરંતુ આત્માના આધ્યાત્મિક વિકાસની ભૂમિકાઓ યોગની દૃષ્ટિએ જે હરિભદ્રસૂરિએ બતાવી છે એવી પદ્ધતિસર બીજા કોઈ જૈન કૃતિઓમાં કે પાતંજલ દર્શનાદિ અન્યત્ર ક્યાંય ઉપલબ્ધ નથી. યોગદષ્ટિસમુચ્ચય'માં આત્માનો વિકાસ ક્યારથી શરૂ થાય છે
૨૯૮
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની