________________
મુમુક્ષુ - ભવબંધનમાંથી છૂટવાની તીવ્ર ઇચ્છાવાળા હોય તે જ હોય છે. શ્રીમદ્ રાજચંદ્ર લખેલ “આત્મસિદ્ધિમાં એવા મુમુક્ષુઓને વર્ણવતાં લખ્યું છે -
કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ....૩૮ દશા ન એવી જ્યાં લગી, જીવ લહે નહિ જોગ; મોક્ષમાર્ગ પામે નહિ; મટે ન અંતર રોગ.... ૩૯
ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે, “સતિપહિંમરવુહિંસાર ત્યા સંગમુત્તરા” એટલે ઘણા કુસાધુઓ કરતાં સંયમી ગૃહસ્થો પણ ઉત્તમ હોય છે. વનમાં જઈને ધ્યાન કરનાર યોગી અથવા હિમાલયના શિખર પર સમાધિયુક્ત યોગીના આચરણ કરતાં સંસારમાં રહીને જ વનવાસનું ધ્યાન અને શિખર પરની સમાધિ જે આચરી જાણે છે તે જ સાચો યોગી. અહીં જનક રાજા અને ભરત ચક્રવર્તીનું ઉદારહણ આપી શકાય છે જે રાજા અને ચક્રવર્તી તરીકે સંપૂર્ણ રાજ્ય ચલાવતા હોવા છતાં (સંપૂર્ણ) અનાસક્ત ભાવે જીવન જીવતા હતા. ભ. શ્રીકૃષ્ણ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞ અર્થાત્ સ્થિરબુદ્ધિ પુરુષનાં આ જ લક્ષણ કહ્યાં છે કે જે યોગી પોતાની સંપૂર્ણ કામનાઓનો ત્યાગ કરી રાગદ્વેષથી નિ:સ્પૃહ થયેલો છે; જેના કામ, ક્રોધ આદિ કષાયો નષ્ટ થયા છે અને જે પોતાના આત્મસ્વરૂપમાં જ રમણતા કરે છે તે યોગને પ્રાપ્ત કરે છે અર્થાત્ પરમાત્મા સાથે સંયોગ થાય છે.
આત્મજ્ઞાન કોને અને ક્યારે પ્રાપ્ત થાય છે એ સમજાવતાં કહે છે, જે યોગીઓએ જન્માન્તરમાં આત્મજ્ઞાનનો અભ્યાસ કર્યો હોય એમને એ સંસ્કાર આ જન્મમાં પણ સાથે આવે છે અને ઉપદેશ વગર આપમેળે જ તત્ત્વ પ્રગટ થાય છે. બીજાને જેમ ગાઢ અંધકારમાં રહેલા પદાર્થને સૂર્ય પ્રકાશિત કરે છે તેમ અજ્ઞાનરૂપ અંધકારમાં પડેલ આત્માને આ ભવમાં ગુરુના ચરણની નિર્મળ સેવા કરવાથી તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે.
આચાર્ય શુભચંદ્ર જેન યોગમાં પ્રાણાયામનું મહત્ત્વ
જેનાગમોમાં પ્રાણાયમની સાધનાનું સ્વતંત્ર નિરૂપણ કરેલું નથી. પરંતુ ઉત્તરાવર્તી જૈનયોગના સાહિત્યમાં પ્રાણાયામની ચર્ચા કરેલી છે. પાતંજલ આદિ યોગાચાર્યોએ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એમ આઠ અંગ મોક્ષનાં સાધન તરીકે સ્વીકાર્યા છે. આસન જય
૩૦૦
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની )