________________
છે - રાગ અને દ્વેષને ઉપશાંત ક૨વો અથવા ક્ષીણ ક૨વો. એનું અંતિમ બિંદુ છે
રાગ અને દ્વેષનો સર્વથા ક્ષય ક૨વો. અર્થાત્ વીતરાગતા પ્રાપ્ત કરવી. રાગ અને દ્વેષ આપણી ચેતનાને વિકૃત કરી રહ્યા છે. જ્યાં સુધી આ વિકૃતિનો ઉપશમ અથવા ક્ષય થતો નથી ત્યાં સુધી ધ્યાનની સ્થિતિ પ્રાપ્ત થતી નથી. જૈન પરંપરામાં ધ્યાનની જે પદ્ધતિ છે એ વીતરાગ બનવાની પ્રક્રિયા છે. ધ્યાનની શરૂઆતથી ધ્યાનની પૂર્ણતા (આદિબિંદુથી અંતિમબિંદુ) સુધીની સંપૂર્ણ યાત્રા રાગ અને દ્વેષના ઉપશમન અને ક્ષયની યાત્રા છે.
–
આ વીતરાગતાની સ્થિતિ સુધી પહોંચવા માટે નીચેનાં મુખ્ય ૧૨ અંગ છે. ૧. કાયોત્સર્ગ ૨. અંતર્યાત્રા ૩. શ્વાસપ્રેક્ષા ૪. શરીરપ્રેક્ષા ૫. ચૈતન્યકેન્દ્ર-પ્રેક્ષા ૬. લેશ્યાધ્યાન ૭. વર્તમાન-ક્ષણપ્રેક્ષા ૮. વિચારપ્રેક્ષા અને સમતા ૯. સંયમ ૧૦. ભાવના ૧૧. અનુપ્રેક્ષા ૧૨. એકાગ્રતા
૧. કાયોત્સર્ગ :
માનસિક એકાગ્રતા પ્રાપ્ત કરવા માટે કાયોત્સર્ગ જરૂરી છે એટલા માટે પ્રેક્ષાધ્યાનનું પ્રથમ ચરણ કાયોત્સર્ગ છે. કાયોત્સર્ગ સાધના માટે પદ્માસન, અર્ધપદ્માસન, સુખાસન વગેરેમાંથી જે સગવડપૂર્વક કરી શકાય તે આસનમાં સ્થિત થઈને શરીરને તદ્દન શાંત અને સ્થિર રાખવામાં આવે છે. કાયોત્સર્ગની પહેલી પ્રક્રિયા શરીરના શિથિલીકરણ માટે છે. ગરદન, કરોડરજ્જુ તથા કમ૨ સીધી રાખીને શરીરમાં ક્યાંય પણ તનાવ ન રહે માટે મસ્તકથી માંડીને પગ
સુધીના પ્રત્યેક અવયવ પર ચિત્તને એકાગ્ર કરી સ્વતઃસૂચન (Auto suggestion) દ્વારા સંપૂર્ણ શરીરને શિથિલ કરાય છે. પૂર્ણ શિથિલીકરણ થતાં ચૈતન્ય અને શરીર એમ બેઉની અલગ અલગ અનુભૂતિ કરી શકાય છે જેનાથી અનુભૂતિના સ્ત૨ ૫૨ ભેદ-વિજ્ઞાનનો અનુભવ થઈ શકે છે. આ ભૂમિકામાં મમત્વનું વિસર્જન થઈ ‘આ શરીર મારું છે’. એવી માનસિક ભ્રાંતિ દૂર થશે અને આત્મસ્વરૂપમાં મન સ્થિર થવા લાગશે.
૨. અંતર્યાત્રા :
પ્રેક્ષાધ્યાનનું બીજું ચરણ અંતર્યાત્રા છે. ધ્યાનનો અર્થ છે - ચિત્તને અંદર
જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ
૨૬૧