________________
બની શકે છે. જૈનદર્શનમાં બધાય મુક્ત જીવો (જે સિદ્ધ તરીકે ઓળખાય છે.) સમાનભાવે ઈશ્વર તરીકે ઉપાસ્ય છે. આમ જૈનદર્શનમાં ઈશ્વરનું સ્થાન અરિહંત કે સિદ્ધનું છે જે અનાદિકાળથી સદા મુક્ત એવા ઈશ્વરનું નથી પણ સંસારી જીવ જે પોતાના પુરુષાર્થથી એ પદ પ્રાપ્ત કરી શક્યા છે.
યોગના તૃતીય અંગ ‘આસનનું મહત્ત્વ સાધના માટે શરીરને સ્થિર કરવાનું છે. મનની સ્થિરતા કરવા માટે શરીરની નિશ્ચલતાની જરૂર છે જે આસનથી સિદ્ધ થાય છે. શરીર નિશ્ચલ રહે અને મન પ્રસન્ન રહે એવી રીતે શરીરને રાખીને બેસવું તે આસન કહેવાય છે. અષ્ટાંગ યોગના આગળના અંગ પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાનના અભ્યાસ માટે શરીરની સ્થિરતા આવશ્યક છે. એટલે પાતંજલ યોગ અને જૈન યોગ આ બંને પરંપરામાં ‘આસન'ને સ્થાન આપ્યું છે. આચાર્ય હેમચંદ્ર યોગશાસ્ત્ર'માં ધ્યાનની સિદ્ધિ કરવા માટે આસનનો જય કરવાનું અર્થાત્ યોગ્ય આસન કરવાનું કહે છે.
‘પ્રાણાયામ’ એ અષ્ટાંગ યોગનું મહત્ત્વનું અંગ છે. શ્વાસ-પ્રશ્વાસની ગતિનો શાસ્ત્રોક્ત રીતે નિરોધ કરવો તે પ્રાણાયામ છે.
તસ્મિન્ સતિ શ્રીસ શ્વાસયોતિવિચ્છે: પ્રાપITયામ: ૨.૪૧ પા.યો.
પ્રાણાયામ વડે ચિત્તની સ્થિરતા થાય છે જે ધ્યાનની સાધના માટે જરૂરી છે. જૈન યોગમાં પ્રાણાયામ અર્થાત્ ભાવ-પ્રાણાયામ એવો અર્થ લીધો છે.
આત્મામાંથી પરભાવોનો ત્યાગ કરવો તે રેચક ભાવ-પ્રાણાયામ. આત્મામાં અંતરાત્મભાવ પ્રગટાવવો તે પૂરક ભાવ-પ્રાણાયામ. આત્માને સ્વભાવદશામાં સ્થિર કરવો તે કુંભક ભાવ-પ્રાણાયામ.
પાતંજલ મુનિ યોગદર્શન'માં પ્રાણાયામના અભ્યાસથી પ્રકાશનું અર્થાત્ બુદ્ધિસત્ત્વનું (જ્ઞાન, દર્શનને રોકનારું) જે આવરણ છે તે ક્ષય પામે છે એમ કહે છે. પ્રાણાયામની સિદ્ધિ થવાથી વિવેકના કારણરૂપ બુદ્ધિસત્ત્વના પ્રકાશનું પાપરૂપ અને ક્લેશરૂપ આવરણ ક્ષય પામે છે. પ્રાણાયામથી શરીર નિરોગી બને છે. પરંતુ જૈનદર્શન પ્રમાણે સમ્યગુ ચારિત્ર, જ્ઞાન, દર્શન સંબંધી આચારવિચાર, વિનય, અભ્યાસ, તપ, દેવગુરુસેવા આદિ વિના જ્ઞાન, દર્શનરૂપ આત્મપ્રકાશ પ્રગટતો નથી. પ્રાણાયામ દૈહિક ક્રિયા છે એનાથી આત્મશુદ્ધિ થતી નથી પરંતુ
જૈન યોગ અને પાતંજલ યોગ તુલનાત્મક અભ્યાસ
૨૮૫