________________
અષ્ટાંગ યોગમાં ધારણા પછી ધ્યાનનું સ્થાન આવે છે જે ઘણું જ મહત્ત્વનું છે. એક જ વિષયમાં – ધ્યેયસ્થાનમાં ચિત્તવૃત્તિ એકાગ્ર થાય, અર્થાત્ તે જ વિષયમાં વૃત્તિનો પ્રવાહ એકધારો વહેવા માંડે તે અવસ્થાને ધ્યાન કહે છે. ધ્યાન દ્વારા મનની વૃત્તિઓના તરંગો લય પામે છે. ધ્યાનના દીર્ઘકાળ અભ્યાસથી રાગ-દ્વેષ આદિ વૃત્તિઓનું શમન થાય છે. જૈનદર્શનમાં ધ્યાનને આધ્યાત્મિક વિકાસની ચાવી કહી છે. ધ્યાનનું લક્ષણ પતંજલિ મુનિ નીચે પ્રમાણે કહે છે –
तत्र पत्ययैकतानता ध्यानम् ।।२।।
અર્થ : તેમાં (અર્થાત્ ધારણાના પ્રદેશમાં) વૃત્તિઓની એકાગ્રતા તે ધ્યાન કહેવાય છે. અર્થાત્ ધારણામાં જે ધ્યેયમાં ચિત્તની સ્થિરતા કરેલી છે તે જ વિષયને આલંબન કરી ચિત્તવૃત્તિઓની એકાગ્રતા કરવી તે ધ્યાન છે. દીર્ઘકાલપર્યત, અંતરાયરહિત જ્યારે ધ્યાનનો અભ્યાસ કરવામાં આવે ત્યારે સાધક અષ્ટાંગ યોગનું અંતિમ ચરણ સમાધિ પ્રાપ્ત કરે છે -
तदे वार्थमात्रनिर्भासं स्वरुपशून्यमिव समाधिः ।।३.३।।
અર્થ : તે ધ્યાનમાં) ધ્યેયરૂપ એક અર્થમાં લીન થઈને બાહ્ય ધ્યાન, ધ્યાતાના (સ્વરૂપને ભૂલી જવું) સ્વરૂપથી રહિત થવું એ સમાધિ કહેવાય છે.
જ્યારે સાધક અર્થાત્ ધ્યાતા દીર્ઘકાલપર્યત ધ્યાનના અભ્યાસમાં લીન થઈ જાય છે ત્યારે ધ્યાતા અને ધ્યાનની પ્રતીતિ ક્ષીણ થઈ જાય છે. એની એકાગ્ર થયેલી ચિત્તવૃત્તિ માત્ર ધ્યેય રૂપે જ જણાય છે, ધ્યેયમાત્રનું જ સ્કૂરણ જેમાં હોય છે તે સમાધિ છે. અને આ ત્રણ – ધારણા, ધ્યાન અને સમાધિની એકાગ્રતા થાય, એને પાતંજલ યોગદર્શનમાં સંયમ કહ્યું છે. અર્થાત્ ધ્યાન, ધ્યાતા અને ધ્યેયનું જ્યારે અભેદભાવે એકત્વ થાય, બહિરાત્મભાવ ત્યજાય, આત્મસ્વરૂપનું જ્ઞાન જાગે, તેના યોગે પરમાત્માને ધ્યેય કરી તેના ધ્યાનમાં ધ્યાતા બની એકરૂપ બની જાય તેને યોગદર્શનમાં સંયમ કહે છે. ધારણા, ધ્યાન, સમાધિ એ ત્રણ અંતરંગ યોગો છે. તેની પ્રાપ્તિ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર આ પાંચ અંગો જે બાહ્યયોગરૂપ છે તેનાથી થાય છે. ધારણા, ધ્યાન અને સમાધિનો અભ્યાસ આલંબનના બળથી થાય છે એ સંપ્રજ્ઞાત યોગ કહેવાય છે. જ્યારે અસંપ્રજ્ઞાત યોગ એ ધ્યેયરૂપ આલંબન વિનાનો હોય છે. અહીં ધારણા, ધ્યાન
જૈન યોગ અને પાતંજલ યોગ તુલનાત્મક અભ્યાસ
૨૮૭