________________
સંદર્ભસૂચિ
1. પૃ.૬૬-૭૭ પરમપદદાયી આનંદઘન પદરેહ ચિંતક : શ્રી ખીમજીબાપા, પ્રવચનકાર : પં.શ્રી મુક્તિદર્શનગણિ
2.
3.
શમ, સંવેગ, નિર્વેદ, આસ્તિકેય, અનુકંપા આ સમ્યક્ દર્શનના લક્ષણ છે. ૧. શમ - ક્રોધાદિક કષાયોનું શમાઈ જવું. ઉદય આવેલા કષાયોમાં મંદતા થવી.
૨. સંવેગ - મુક્ત થવા સિવાય બીજા કોઈ પ્રકારની ઈચ્છા, અભિલાષા ન હોવી.
૩. નિર્વેદ - જ્યા૨થી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું, ત્યારથી હવે વાણી થઈ, અરે જીવ! હવે થોભ, એ નિર્વેદ
૪. આસ્તિકેય - આસ્થા – માહાત્મ્ય જેનું પરમ છે એવા નિઃસ્પૃહી પુરૂષોના વચનમાં જ તલ્લીનતા તે શ્રદ્ધા - આસ્થા
૫. અનુકંપા - એ સઘળા વડે જીવમાં સ્વાત્મતુલ્ય બુદ્ધિ તે અનુકંપા
=
ત્રણ કરણ – જૈન દર્શનાં આત્માના આધ્યાત્મિક વિકાસ (ક્રમ) માર્ગ સમજવા માટે ત્રણ ક૨ણ કહેલા છે. આ ત્રણે કરણો સમ્ય પ્રાપ્તિના કારણો છે. કરણ આત્માના અધ્યવસાયરૂપ છે. અને કરણમાં આગળ વધતા જવાય તેમ આત્માના પરિણતિની નિર્મળતા વધારે વધારે થતી જાય.
૧. પ્રથમ યથાપ્રવૃત્તિકરણ : કર્મક્ષયના આશય વિના કર્મક્ષય જેનાથી થાય તે કે જેનાથી સાત કર્મની સ્થિતિ ન્યૂન થાય. હવે ફરીથી ૭૦ કોટાકોટી મોહનીય કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થનાર નથી એવી અપુનર્બંધક અવસ્થા પ્રગટ્યા પછી પહેલીથી ચોથી દૃષ્ટિમાં રહેલા જીવોને આ ચ૨મ (છેલ્લું) યથા પ્રવૃત્તિકરણ હોય છે. અહીં રાગદ્વેષરૂપ ભાવમય અલ્પ થાય છે. ગ્રંથિભેદ થયો નથી પણ ગ્રંથિભેદના નિકટ પહોંચે છે. દોષો ઓછા થતા જાય છે અને ગુણોની વૃદ્ધિ થાય છે.
જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ
૨૭૩