________________
સર્વ વૃત્તિઓનો નાશ સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત યોગથી અર્થાત્ એકાગ્ર અને નિરુદ્ધ અવસ્થામાં થાય છે. બીજાથી થતો નથી. તેથી તે બે જ અવસ્થા યોગ તરીકે ઓળખાય છે. એકાગ્ર અવસ્થામાં રાજસ-તામસ વૃત્તિનો નિરોધ અને નિરુદ્ધ અવસ્થામાં નિખિલ વૃત્તિનો નિરોધ એ બંને ક્લેશાદિના નાશક હોવાથી તે બે જ અવસ્થાઓ યોગ તરીકે ઓળખાય છે.
પતંજલિ ઋષિ આ વૃત્તિઓના નિરોધનો ઉપાય દર્શાવે છે - અગાસરાયાખ્યાં તન્નાઇ: સાઉ.૨૨
અર્થ : અભ્યાસ અને વૈરાગ્ય વડે વૃત્તિઓનો નિરોધ થાય છે. ચિત્તમાં કોઈ પણ પ્રકારની વૃત્તિ ઉત્પન્ન ન થાય અને ચિત્ત તેના મૂળ એટલે કે સ્વરૂપમાં સ્થિર રહે એ માટે સતત યત્ન કરવો તે અભ્યાસ. વૈરાગ્ય એટલે અનાસક્તિ. અર્થાત્ સંસાર અને તેના વિષયો ઉપરની આસક્તિનો અભાવ. વૈરાગ્ય બે પ્રકારના છે - અપર અને પર. આ લોક અને પરલોકના વિષયોમાં તૃષ્ણા નાશ પામે તે અપર વૈરાગ્ય અથવા વશીકાર કહેવાય છે. અપર વૈરાગ્યથી સંપ્રજ્ઞાત યોગની પ્રાપ્તિ થાય છે. પુરુષ એ પ્રકૃતિથી ભિન્ન છે એવું વિવેકજ્ઞાન જ્યારે થાય ત્યારે સત્ત્વ, રજસ અને તમસ એ ત્રણે ગુણોમાંથી તેની તૃષ્ણા જતી રહે છે તે પર વેરાગ્ય એટલે કે શ્રેષ્ઠ વૈરાગ્ય છે. વૈરાગ્યથી ત્રિગુણાત્મક પ્રવૃત્તિને વશ કરાય છે. પર વૈરાગ્ય અસંપ્રજ્ઞાત યોગના હેતુભૂત છે.
યોગદર્શનના બીજા પાદનું સાધનાપાદ છે જે યોગની શરૂઆત કરનારા માટે છે. તેમાં ક્રિયાયોગ અને અષ્ટાંગયોગરૂપ સાધનો છે તેનું નિરૂપણ કરેલું છે તેથી તેનું નામ સાધનાપાદ છે. ક્રિયાયોગ દ્વારા મન વશ થાય છે. પ્રથમ સમાધિપાદમાં એકાગ્ર ચિત્તવાળા માટે સંપ્રજ્ઞાત યોગ કહ્યો છે, નિરુદ્ધ ચિત્તવાળા માટે અસંપ્રજ્ઞાત યોગ કહ્યો છે જ્યારે આ બીજા સાધનાપાદમાં વિક્ષિપ્ત ચિત્તવાળા જે મનુષ્ય યોગને સંપાદન કરવા ઇચ્છે છે એવા અશુદ્ધ ચિત્તવાળા માટે તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાનરૂપ ક્રિયાયોગ કહેલો છે.
तप: स्वाध्यायेश्वरप्रणिधानानि क्रियायोगः ।।२.१।।
મધ્યમાધિકારીની ચિત્તની અશુદ્ધિ ક્રિયાયોગ દ્વારા દૂર થાય છે. પરંતુ મંદાધિકારીના ચિત્તની અશુદ્ધિનો ક્ષય કરવા માટે અષ્ટાંગ યોગ બતાવેલો છે.
૨૭૮
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની