________________
સ્વચ્છ સત્ત્વ-ગુણનો પરિણામવિશેષ તે ચિત્ત કહેવાય છે. એ ચિત્તનાં પરિણામોને વૃત્તિ કહેવાય છે. ચિત્તની ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ એમ પાંચ અવસ્થાઓ છે.
ક્ષિપ્ત અવસ્થાઃ રજોગુણની અધિકતા હોઈ ચિત્ત ચંચળ બનીને બધા વિષયોમાં દોડાદોડ કરતું હોય છે. કદી પણ સ્થિરતા પ્રાપ્ત કરી શકતું નથી.
મૂઢ અવસ્થા તમોગુણપ્રધાન હોય છે. ચિત્ત કૃત્યાકૃત્યને નહિ જાણનાર અને હિંસાદિરૂપ અધર્મ તેમજ આળસ, પ્રમાદ, ક્રોધ વગેરેમાં મગ્ન હોય છે.
વિક્ષિપ્ત ઃ આ અવસ્થામાં પ્રાપ્ત કરેલા સુખનાં સાધનોમાં, ભોગમાં ચિત્ત તલ્લીન રહે છે. અહીં રજોગુણના લેશ સહિત સત્ત્વગુણ પ્રધાન હોય છે. આ ચિત્ત કોઈ વાર સ્થિર થાય છે.
એકાગ્ર : અહીં ચિત્ત રજોગુણરૂપ અને તમોગુણરૂપ મેલથી રહિત સત્ત્વગુણપ્રધાન હોય છે. એક જ વિષયમાં લાંબા સમય સુધી વાયુ વિનાના સ્થાનમાં મૂકેલા દીપકની માફક સ્થિરતા ધારણ કરે છે. ચિત્ત પોતાના સ્વાભાવિક સ્વરૂપમાં સ્થિર થાય છે. તેને જડ-ચેતનનું યથાર્થ જ્ઞાન-વિવેક પ્રાપ્ત થાય છે. આને જ સંપ્રજ્ઞાત અથવા સંપ્રજ્ઞાત સમાધિ પણ કહે છે.
નિરુદ્ધ - અહીં વૃત્તિમાત્રનો અભાવ હોય છે. કેવળ સંસ્કાર માત્ર જ શેષ રહે છે. એવું ચિત્ત નિરુદ્ધ કહેવાય છે. એ અવસ્થાને અસંપ્રજ્ઞાત યોગ અથવા અસંપ્રજ્ઞાત સમાધિ પણ કહે છે.
આવી રીતે ચિત્ત પાંચ પ્રકારનું હોય છે. આ પાંચ અવસ્થાઓમાંથી છેવટની બે અવસ્થાઓ (અર્થાત્ એકાગ્ર અને નિરુદ્ધ) યોગની પ્રાપ્તિ કરાવે છે. પ્રથમની બે અર્થાત્ ક્ષિપ્ત અને મૂઢ અવસ્થામાં રજોગુણ અને તમોગુણની અધિકતા હોવાથી યોગના વિરોધની છે. વિક્ષિપ્ત અવસ્થા કાંઈક યોગને અનુકૂળ થઈ શકે, એ અવસ્થામાં ચિત્ત કોઈ વાર સ્થિર થાય પરંતુ તેમાં રજો, તમોનો લેશ હોવાથી એ પ્રકારનું ચિત્ત પણ યોગમાં ઉપયોગી નથી.
પતંજલિ ઋષિએ યોગનું લક્ષણ જે “ચિત્તવૃત્તિનિરોધ' તરીકે આપેલું છે તે - અવિદ્યાદિ લેશો, પાપ, પુણ્યરૂપી કર્મ અને શુભ અગર વાસના બંધનકારક હોય છે આ જે વૃત્તિઓમાં હોય છે તે તે વૃત્તિઓનો વિરોધ કરવો તે યોગ. આ
જૈન યોગ અને પાતંજલ યોગ તુલનાત્મક અભ્યાસ