________________
=
(૧૧) બોધિદુર્લભ ભાવના – સંસારમાં ભમતા આત્માને સમ્યક્ જ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવી દુર્લભ છે. સમ્યક્ જ્ઞાન પામ્યો તો ચારિત્રસર્વ વિરતિ પરિણામરૂપ ધર્મ પામવો દુર્લભ છે. એવી ચિંતવના કરવી.
(૧૨) ધર્મદુર્લભ ભાવના - ધર્મના ઉપદેશક તથા શુદ્ધ શાસ્ત્રના બોધક એવા ગુરુ અને એવું શ્રવણ મળવું દુર્લભ છે. એમ ચિંતવવું.
આ બાર ભાવનાઓ મનનપૂર્વક નિરંતર વિચારવાથી સત્પુરુષો ઉત્તમ પદને પામ્યા છે, પામે છે અને પામશે.
શ્રીમદ્ રાજચંદ્રે ધર્મધ્યાનના ૧૬ ભેદમાં જે ચાર અનુપ્રેક્ષાઓ કહી છે એનો સમાવેશ આ ૧૨ ભાવનામાં થાય છે. ધર્મધ્યાનના બીજા પ્રકારે પણ ચા૨ ભેદ થાય છે - પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત. એમાંથી જે છેલ્લો ભેદ છે – રૂપાતીત એવા વિષયે શ્રીમદ્ લખે છે - આ કાળમાં રૂપાતીત સુધી ધર્મધ્યાનની પ્રાપ્તિ કેટલાક સત્પુરુષોને સ્વભાવે, કેટલાકને સદ્ગુરુરૂપ નિરૂપમ નિમિત્તથી અને કેટલાકને સત્સંગ આદિ લઈ અનેક સાધનોથી થઈ શકે છે. પણ તેવા પુરુષો - નિગ્રંથમતના લાખોમાં પણ કોઈક જ નીકળી શકે છે.
ધર્મધ્યાન તો આપણે જિનભક્તિ, પૂજા, સામાયિક, પ્રતિક્રમણ કરતા હોઈએ ત્યારે પણ હોય છે. પણ જે ઉચ્ચતમ કોટિનું ધર્મધ્યાન છે એ કક્ષાએ વિરલા લોકો જ પહોંચી શકે છે.
આવી રીતે શ્રીમદ્ રાજચંદ્રે મોક્ષમાર્ગમાં ધ્યાન અને એનું મહત્ત્વ, એના ભેદો એમના વચનામૃતમાં અલગ અલગ જગ્યાએ સમજાવ્યાં છે. પણ સાથે આત્મજ્ઞાન હોવાનું બહુ જ જરૂરી છે - એમના કાવ્ય [યમ, નિયમ સંજમ આપ કિયો’]માં શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે આ જીવે અનંત ભવમાં અનેક વાર યમ, નિયમ... વગેરે અષ્ટાંગ યોગની સાધના કરી, આસનના જય માટે અવિચળપણે દૃઢ પદ્માસન લગાવ્યું. મનને રોકી શ્વાસોચ્છવાસ સ્થિર કરી ધ્યાન ધરવાનો પ્રયાસ કર્યો. સંયમ, વૈરાગ્ય અને અથાગ ન હોવાથી આ બધી સાધના ફળદાયી નથી થઈ. કારણ કે આત્મજ્ઞાની સદ્ગુરુની પ્રાપ્તિ વિના આત્મપ્રાપ્તિરૂપ ધર્મરહસ્ય પ્રાપ્ત ન થઈ શકે. સદ્ગુરુગમે અર્થાત્ સદ્ગુરુના બોધથી જ્યારે આત્માનું ૫રમાત્મસ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ સમજાશે ત્યારે જીવને સમ્યગ્દર્શન પ્રાપ્ત થશે. આત્મા
જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ
૨૫૫