________________
જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભોક્તાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે. કેમ કે તે પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હોય પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેનો ઉપશમ કરવાથી તે ક્ષીણ થવાયોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે તે બંધભાવ ક્ષીણ થઈ શકવાયોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મસ્વભાવ રૂપ તે મોક્ષપદ છે.'
છઠું પદ છે - “તે મોક્ષનો ઉપાય છે. જો કદી કર્મબંધમાત્ર થયા કરે એમ જ હોય, તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં. પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળાં એવાં જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભત્યાદિ સાધન પ્રત્યક્ષ છે. જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન, સંયમાદિ મોક્ષના ઉપાય છે. આ મોક્ષના ઉપાયો અર્થાત્ મોક્ષનો માર્ગ એ યોગિક પ્રક્રિયા છે જે આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરાવી આપે. આ છ પદમાં પહેલા બે સ્થાપનનાં, સિદ્ધાંતનાં છે. બીજાં બે પદ ઉત્થાપનનાં, છેલ્લું પદ પ્રસ્થાનનું છે. પાંચમું પદ પ્રાપ્તિનું છે. છઠ્ઠા પદનું સેવન કરી પાંચમું પદ પ્રાપ્ત કરી શકાય એટલે જ મોક્ષ પ્રાપ્ત કરી શકાય. આસ્રવ એટલે કર્મ આવવાનાં કારણ કષાય વગેરે બતાવ્યાં છે. તેના વિરુદ્ધ સ્વભાવવાળા સંવરનાં કારણો બતાવે છે. જેથી કર્મ આવતાં અટકે અને જૂનાં કર્મ ખરી જાય તે સંવર અને નિર્જરારૂપ મોક્ષનો ઉપાય છે. સંવર એ આત્મશુદ્ધિ છે અને એ શુદ્ધિમાં વૃદ્ધિ એ નિર્જરા છે. પૂર્ણ નિર્જરાથી પૂશુદ્ધિ છે. પૂર્ણશુદ્ધિ એ પૂર્ણ સુખપ્રાપ્તિ છે અને સર્વથી દુઃખમુક્તિ છે. આ જ મોક્ષ છે. આમ મોક્ષ એ ઉપય અર્થાત્ ધ્યેય છે. આ ઉપેય એવા મોક્ષનો ઉપાય અર્થાત્ મોક્ષ પ્રાપ્ત કરાવી શકે, મોક્ષ તરફ લઈ જાય તે માર્ગ - મોક્ષમાર્ગ શ્રીમદ્ રાજચંદ્ર એમના કાવ્ય મૂળ મારગ'માં સમજાવેલો છે. તેઓ કહે છે -
જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરુદ્ધ, જિનમારગ તે પરમાર્થથી રે, એમ કહ્યું સિદ્ધાંતે બુધ. | ૩ || મૂળ મારગ આત્માના ગુણ-જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે તે વિપરીતપણે સંસારી
જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ
૨૪૯