________________
શ્રીમદ્ રાજચંદ્રની કૃતિઓમાં યોગ નિરૂપણ શ્રીમદ્ રાજચંદ્રના અનેક ભવોમાં સાધેલા યોગના ફળ રૂપે આ ભવમાં આત્મસમાધિ પ્રાપ્ત થયેલા અભુત યોગીશ્વર હતા. તેવો અત્યંત નિષ્કષાયી ભાવનિગ્રંથ હતા, આત્મભાવનાથી ભાવિત આત્મા હતા. તેઓ ગૃહસ્થપણે બાહ્ય જીવન જીવતા હતા પણ અંતરંગમાં નિગ્રંથભાવે નિર્લેપ રહેતા. તેમના અંતરંગની નિગ્રંથ દશા હોવા છતાં એમાંના બાહ્ય સંજોગો વિષમ હતા. છતા બાહ્ય ઉપાધિમાં પણ અખંડ આત્મસમાધિ જાળવી રાખી હતી. મનુષ્યદેહે પરમ જ્ઞાનાવતાર હતા. મોક્ષનું પ્રથમ પગથિયું વીતરાગતા છે જે અનેક જન્મોના પ્રયત્નોથી મળી શકે છે. આવી રાગરહિત દશા શ્રીમદ્ સ્વાભાવિક હતી.
એમનું જીવન એ આત્મશુદ્ધિ અને આત્મસિદ્ધિ માટે સતત મથતા એક ઉચ્ચ કોટીના યોગીનું જીવન હતું. સર્વોત્તમ યોગીનું લક્ષણ કહેતાં એ લખે છે – “ચમત્કાર બતાવી યોગને સિદ્ધ કરવો એ યોગીનું લક્ષણ નથી. સર્વોત્તમ યોગી તો એ છે કે જે સર્વ પ્રકારની સ્પૃહાથી રહિત પણ કેવળ અનન્ય નિષ્ઠાએ જે સર્વ પ્રકારે ‘સતું જ આચરે છે, જગતું જેને વિસ્મૃત થયું છે. અમે એ જ ઈચ્છિાએ છીએ. આવા યોગીશ્વરે પોતાની તો આત્મોન્નતિ સાધી, સાથે નાની વયમાંજ બીજા આત્માર્થીઓ માટે મોક્ષમાર્ગ સરળ અને સ્પષ્ટપણ દર્શાવતું અદ્ભુત આધ્યાત્મિક સાહિત્ય તેમણે આપ્યું છે. જેમ જનક રાજા રાજ્ય કરવા છતા વિદેહી દશામાં વર્તતા હતા, ત્યાગી સંન્યાસીઓ કરતા વધારે અસંગ દશામાં રહી આત્માનંદ અનુભવતા હતા, ભરત મહારાજા ચક્રવર્તીપદ જે છ ખંડનું આધિપત્ય ભોગવવા છતા અંતરંગ જ્ઞાન અને વૈરાગ્યના બળે અલિપ્ત ભાવે આત્મદશામાં રમતા હતા તેમ આ મહાત્મા પણ આત્માનંદમાં લીન રહેતા હતા. સમયે સમયે એમનો આત્મભાવ વધતો જતો હતો. એવી એમની જ્ઞાન વૈરાગ્યની અખંડ અપ્રમત્ત ધારા તેમના સાહિત્યમાં આપણને દૃષ્ટિગોચર થાય છે. એમનો ઉત્તરોત્તર આત્મવિકાસનો ખ્યાલ તેમના વચનામૃતથી મળી આવે છે. એમનું લખેલ સાહિત્ય બે વિભાગમાં છે: ગદ્ય સાહિત્ય અને પદ્ય સાહિત્ય જે આધ્યાત્મિક ક્ષેત્રમાં અતિ ઉત્તમ કક્ષાનું અમૂલ્ય સાહિત્ય છે. યોગની દૃષ્ટિએ નીચેનું સાહિત્ય મહત્ત્વનું છે - વચનામૃત, ભાવનાબોધ, આત્મસિદ્ધિ, યમનિયમ
જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ
૨૪૭