________________
ઉપાધ્યાય યશોવિજય વિરચિત “જ્ઞાનસાર” ઉપાધ્યાય યશોવિજયજી સમર્થ તાર્કિક અને વિદ્વાન હતા તેમજ આધ્યાત્મિક જ્ઞાની હતા. તેમણે રચેલા અધ્યાત્મવિષયક ગ્રંથો - અધ્યાત્મસાર, જ્ઞાનસાર, અધ્યાત્મોપનિષદ જેમાં જ્ઞાનસાર મુખ્ય છે. તેમાં તેઓએ પોતાના જ્ઞાન-અનુભવનો સાર વર્ણવ્યો છે. તેથી જ્ઞાનસાર નામ યથાર્થ છે. જ્ઞાનસારમાં બત્રીસ અષ્ટકો છે. અને એક અષ્ટકમાં જુદા જુદા વિષયોનું વર્ણન કર્યું છે. પ્રથમ પૂર્ણાષ્ટકમાં આત્માની પૂર્ણ અવસ્થાનું સ્વરૂપ સાધ્ય તરીકે મૂકી તેની પ્રાપ્તિ માટે સાધન રૂપે ભિન્ન ભિન્ન અષ્ટકોનું ક્રમબદ્ધ વર્ણન કર્યું છે. તેમાં જુદા જુદા વિષયોને વધારે લંબાવ્યા વિના માત્ર આઠ શ્લોકોમાં તેનો ઘણી ખૂબીથી સમાવેશ કર્યો છે. જેના દર્શનમાં પ્રકરણના પ્રથમ રચયિતા તરીકે ઉમાસ્વાતિ વાચક છે. શાસ્ત્રના વક્તવ્યને બહુ લંબાણથી નહિ કહેતા સંક્ષેપમાં કહેવું તે પ્રકરણનું પ્રયોજન છે. હરિભદ્રાચાર્ય પ્રકરણ ગ્રંથોની રચનામાં મોટો ફાળો આપ્યો છે. ઉપાધ્યાયજીએ તેમને જ અનુસરીને આ જ્ઞાનસાર અષ્ટકની રચના કરી છે.
૨૭મા યોગાષ્ટકનો વિષય આચાર્ય હરિભદ્રસૂરિએ લખેલ ‘યોગવિંશિકા માંથી લેવામાં આવ્યો છે. પ્રથમ શ્લોકમાં યોગ શબ્દનો અર્થ કહેતા ઉપાધ્યાય યશોવિજય લખે છે –
मोक्षेण योजनाद् योगः सर्वोऽप्याचार इष्यते । विशिष्य स्थानवर्णाथलिम्बनैकाग्र्यगोचरः ।।१।।
અર્થ : મોક્ષની સાથે જોડનાર હોવાથી બધોય ધર્મવ્યાપાર યોગ છે. મોક્ષના કારણભૂત જીવનો પુરુષાર્થ એ યોગ છે. પરંતુ અહીં વિશેષ રૂપે પાંચ પ્રકારનો યોગ બતાવવામાં આવ્યો છે.
(૧) સ્થાન (૨) વર્ણ (૩) અર્થ (૪) આલંબન (૫) એકાગ્રતા. (૧) સ્થાન : કાયોત્સર્ગ, પર્યકબંધ, પદ્માસન આદિ આસનો તે સ્થાન. દરેક
યોગાચાર્યોએ યોગનો પ્રારંભ આસનથી બતાવેલો છે. મનની સ્થિરતા કરવા માટે પ્રથમ આસન દ્વારા શરીરની સ્થિરતા કરવાની હોય છે. આપણી ધાર્મિક ક્રિયાઓ ચૈત્યવંદન, સામાયિક વગેરેમાં આ આસનનું મહત્વ
જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ
૨૩૩