________________
રહેલું છે.
(૨) વર્ણ : ધર્મક્રિયામાં (બોલાતા) ઉચ્ચારાતા સૂત્રના વર્ણાક્ષરો, શબ્દો. (૩) અર્થ : એ શબ્દના અર્થનો નિશ્ચય.
(૪) આલંબન : બાહ્ય પ્રતિમાદિ - વિષયક ધ્યાન.
(૫) એકાગ્રતા : રૂપી દ્રવ્યના આલંબનથી રહિત નિર્વિકલ્પ ચૈતન્યમાત્રની સમાધિ
આવી રીતે પ્રારંભમાં યોગનું લક્ષણ સમજાવી આગળના શ્લોકમાં કહે છે કે આ પાંચ પ્રકારના યોગમાં પ્રથમ બે સ્થાન અને ઉર્ણ કર્મયોગ છે જ્યારે બીજા ત્રણ અર્થ, આલંબન અને એકાગ્રતા જ્ઞાનયોગ છે. યશોવિજયજીએ અધ્યાત્મસા૨માં ‘યોગ અધિકાર'માં કર્મયોગ અને જ્ઞાનયોગની વિસ્તારથી છણાવટ કરી છે અને કહ્યું છે કે યોગી કર્મયોગથી જ જ્ઞાનયોગ પહોંચી શકે છે અને જ્ઞાનયોગ જ મુક્તિ અપાવી શકે છે. ક્રિયાયોગ (કર્મયોગ) અને જ્ઞાનયોગને સમજીને મુનિ (વિરતિવંત) એને આ૨ાધે છે. જ્યારે અપુનર્બંધક, શ્રાવક વગેરેમાં આ યોગનો પ્રારંભ થયેલો હોવાથી એમનામાં યોગબીજ હોય છે.
આ સ્થાનાદિ પ્રત્યેક યોગના ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ એમ ચાર ચાર ભેદ કહ્યા છે. એટલે સ્થાનાદિ યોગના પાંચ પ્રકારને ગુણતા વીસ ભેદો થાય છે.
પહેલો યોગ છે ‘સ્થાન’. ધર્મક્રિયા કરતી વખતે એ ક્રિયાને અનુરૂપ આસનની પ્રથમ ઈચ્છા જાગ્રત થાય. પછી તેમાં પ્રવૃત્તિ થાય. અર્થાત્ તે આસનમાં બેસવામાં આવે. ત્યારબાદ તેમાં સ્થિરતા આવે અર્થાત્ શરીર સ્થિર થાય. એમ કરતા તે આસન સિદ્ધ થાય.
આ પ્રમાણે જ પછીના ઉર્ણ આદિ ચા૨ યોગમાં ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ પ્રાપ્ત થાય.
આ યોગોથી આત્મામાં અનુકંપા, નિર્વેદ એટલે કે સંસારનો ભય, સંવેગ - મોક્ષની ઈચ્છા, પ્રશમ - ઉપશમ પ્રગટ થાય છે.
આ ઈચ્છાદિ યોગોની સ્વતંત્ર પરિભાષા ક૨વામાં આવી છે -
તે યોગવાળા યોગીની કથા સાંભળવામાં પ્રીતિ ઉપજે તે ઈચ્છાયોગ.
૨૩૪
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની