________________
હવે યશોવિજયજી જ્ઞાનયોગીનાં લક્ષણ બતાવે છે. એ કહે છેઃ જ્ઞાનયોગી એટલે ભગવદ્ગીતામાં જેને સ્થિતપ્રજ્ઞ કહ્યા છે એવા મહાત્માઓ. તેઓ ભૂતકાળનું સ્મરણ કરતા નથી અને ભવિષ્યની અભિલાષા નથી કરતા. એવી જ રીતે જે ઠંડી હોય કે ગરમી, સુખ હોય કે દુ:ખ, માન કે અપમાન સર્વે અનુકુળ કે પ્રતિકૂળ સંજોગોમાં સમભાવે રહે છે. તે ઇન્દ્રિયોને જીતનાર, ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે કષાયોને જીતનાર તેમજ નવ નોકષાયથી રહિત હોય છે. જિનેશ્વર ભગવંતનાં વચનોમાં દઢ શ્રદ્ધાવાળો હોય છે, ભૌતિક પૌગલિક પદાર્થોનાં સુખો પ્રત્યે અરુચિ હોય છે. પોતાની શક્તિ અનુસાર તે જ્ઞાન, ધ્યાન, તપ, જપ વગેરે કરનારા હોય છે, પ્રમાદરહિત હોય છે.
અધ્યાત્મની જે જુદી જુદી વિચારધારાઓ અને સાધનાપદ્ધતિઓ છે એમાં આ જ્ઞાનયોગ સૌથી શ્રેષ્ઠ છે. ભ. મહાવીરે “આચારાંગસૂત્રના પાંચમા લોકસારમાં કહ્યું છે કે આ જ્ઞાનયોગ કર્મબંધનમાંથી છોડાવનાર છે.
જ્ઞાનયોગ કેવળ ઉપયોગમય છે. જ્ઞાનયોગમાં અંતરાત્માનો અનુભવ કરવાનો છે, આત્મા અને પરમાત્માનું એકત્વ પ્રાપ્ત થાય છે. જ્ઞાનયોગની સાધનામાં પોતાના જ આત્માને પરમાત્મસ્વરૂપ બનાવી શકાય છે. પરમાત્મા સાથેની આ અભેદ ઉપાસના સર્વથી શ્રેષ્ઠ છે. યશોવિજયજી કહે છે કે જ્ઞાનયોગમાં પણ પરમાત્માની ભક્તિ અંતર્ગત રહેલી છે. ભક્તિ દ્વારા પરમાત્મા સાથે એકરૂપ બની પરમાત્મા જેવા થવાનું છે. મોક્ષમાર્ગની ઓળખાણ જિનેશ્વર ભગવાન કરાવે છે. એમની ભક્તિ કરવાથી, એમનું શરણું સ્વીકારવાથી જ આત્મદર્શનનો માર્ગ સમજાય છે. જિનેશ્વર ભગવંત એટલે નિશ્ચયનયની અપેક્ષાએ નિરંજન, અવિનાશી પરમ તત્ત્વ. એમની ઉપાસના જ્ઞાનયોગી કરે છે. જિનેશ્વર ભગવંતની ભક્તિથી, એમના ધ્યાનથી જ પાપનો ક્ષય થાય છે, મુક્તિમાર્ગ સરળ બને છે. એટલે સાધકદશાના જ્ઞાનયોગીના જીવનમાં પણ વીતરાગ એવા જિનેશ્વર ભગવાનનું ધ્યાન અનિવાર્ય છે.
આવી રીતે અહીં ભક્તિયોગ, ધ્યાનયોગની મહત્તા બતાવી છે. કર્મયોગ અને જ્ઞાનયોગ - બેઉનો એકબીજા સાથેનો સંબંધ બતાવી મોક્ષમાર્ગ માટે કેમ ઉપયોગી થાય છે એ બતાવવા કહે છે કે કર્મયોગ જીવને વિશુદ્ધ બનાવે છે. ક્રિયાઓની વિશુદ્ધિ તેને જ્ઞાન માટે પાત્ર બનાવે છે. કર્મયોગનો સતત અભ્યાસ
૨૩૮
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષનીS