________________
યોગનિષ્ઠ આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિ જાતે શૈવ-વૈષ્ણવ માતાપિતાના પુત્ર હતા. એમણે દીક્ષા જૈન ધર્મમાં લીધી અને ઘણું સાહિત્યસર્જન કર્યું. યોગ, વ્યાકરણ, કાવ્ય, ફિલસૂફી, ઇતિહાસ, રાસસાહિત્ય, ભજનકાવ્ય વગેરે અનોખું સાહિત્ય એમણે આપ્યું છે. એમાં પણ યોગ ઉપર કરેલું એમનું સર્જન અદ્ભુત છે. એમણે લુપ્ત થતી જતી યોગસાધનાને પુન:પ્રતિષ્ઠિત કરી. ‘યોગદીપક’ અને ‘કર્મયોગ” જેવા મહાન ગ્રંથો લખ્યા છે.
યોગ માટે આચાર્ય શ્રી બુદ્ધિસાગરજીએ બહુ મહત્ત્વની વાત કરી છે કે દરેક ધર્મ યોગને માને છે. દરેક દર્શનમાં યોગની પ્રક્રિયા ભિન્ન ભિન્ન રૂપે પરિણમી છે. મુસલમાન, વેદને માનનાર હિંદુઓ, બૌદ્ધો, ખ્રિસ્તીઓ યોગને માને છે. નાસ્તિક લોકો પણ નીતિરૂપ યમને માનીને તેના અંશરૂપ યોગને માને છે. કોઈ પણ જીવની હિંસા ન કરવી. જૂઠું ન બોલવું, ચોરી ન કરવી, બ્રહ્મચર્ય પાળવું, કોઈનો વિશ્વાસઘાત ન કરવો, સર્વપ્રાણીઓનું ભલું ઇચ્છવું - આ યોગનું પ્રથમ પગથિયું છે જેનો અમુક અંશ સર્વ ધર્મવાળા સ્વીકારે છે. યોગના અસંખ્ય ભેદ છે. મુનિ પતંજલિએ કહ્યું છે – “વોરાશિત્તવૃત્તિનિરોધ: ' ચિત્તવૃત્તિનો નિરોધ કરવો એ યોગ છે. એમણે યમ, નિયમ... એમ યોગનાં આઠ અંગ બતાવ્યાં છે. જૈન દર્શનમાં અસંખ્ય યોગો વડે મુક્તિ પ્રાપ્ત થાય છે. યોગનો મુખ્ય ઉદ્દેશ આત્માની શુદ્ધિ કરી પરમાત્મપદ પ્રાપ્ત કરવાનો છે. શ્રી વીરપ્રભુએ અસંખ્ય યોગોમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર આ ત્રણ યોગને મુખ્ય માન્યા છે. જૈન દર્શનમાં હઠયોગ, રાજયોગ, ક્રિયાયોગ, ભક્તિયોગ, મંત્રયોગ, લયયોગ, દેશવિરતિયોગ, સર્વવિરતિયોગ વગેરે સર્વયોગનો સમાવેશ થાય છે. જૈન સાધુઓ અને શ્રાવકોના ધાર્મિક આચારો યોગરૂપ જ છે. પંચમહાવ્રત અને બાર વ્રતનો યોગના પ્રથમ પગથિયારૂપ યમમાં સમાવેશ થાય છે. તપશ્ચર્યા, પ્રતિક્રમણ, પૂજા, સ્વાધ્યાય, પાંચ સમિતિ યોગરૂપ જ છે. છ આવશ્યકની ક્રિયાઓ યોગના આધારે રચાઈ છે. ધર્મધ્યાન અને શુક્લધ્યાનનો યોગમાં સમાવેશ થાય છે. વિનય, વૈયાવચ્ચ, ધ્યાન, કાયોત્સર્ગ અને સ્વાધ્યાય વગેરેનો પણ યોગમાં સમાવેશ થાય છે.
૨૪૨.
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષનીS