________________
વિચાર અર્થાત્ પરિવર્તનનો અભાવ. શુક્લધ્યાનના આ ભેદમાં દ્રવ્ય-પર્યાયનું અભેદ રૂપે ચિંતન હોય છે. પૂર્વગત્ શ્રુતના આધારે, આત્મા કે પરમાણુ કોઈ એક દ્રવ્યને આશ્રયીને, ઉત્પાદ આદિ કોઈ એક પર્યાયનું અભેદથી ચિંતન થાય, અર્થ-શબ્દ અને યોગના પરિવર્તનનો અભાવ હોય તે એકત્વ વિતર્ક અવિચાર ધ્યાન છે. આ ધ્યાન જ્યારે સિદ્ધ થાય છે ત્યારે ચાર ઘાતી કર્મ નષ્ટ થાય છે. આત્મા વિશુદ્ધ બની કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત થાય છે.
(૩) સૂમ ક્રિયા અપ્રતિપાતી ઃ શુક્લધ્યાનનો ત્રીજો અને ચોથો ભેદ સર્વથા રાગદ્વેષરહિત કેવળજ્ઞાનીઓને હોય છે. એકત્વ વિતર્ક અવિચાર ધ્યાન સિદ્ધ થઈ ચાર ઘાતી કર્મ નષ્ટ થાય છે. ત્યારે કેવળી ભગવંતના ચાર અઘાતી કર્મ બાકી રહે છે. આવા સર્વજ્ઞ વીતરાગ પરમાત્માનું આયુષ્ય જ્યારે અંતર્મુહૂર્ત જેટલું બાકી રહે છે ત્યારે એમને ત્રીજું શુક્લધ્યાન - સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી હોય છે. કેવળી પોતાનું આયુષ્ય એક અંતર્મુહૂર્ત જેટલું બાકી રહે છે ત્યારે યોગનિરોધની ક્રિયા શરૂ કરે છે તેમાં વચનયોગ અને મનોયોગનો સર્વથા નિરોધ થતાં માત્ર શ્વાસોચ્છવાસરૂપ સૂક્ષ્મ કાયયોગ બાકી રહે છે. યોગનિરોધ તેરમા ગુણસ્થાનકના અંતે હોય છે માટે આ ધ્યાન પણ તેરમા ગુણસ્થાનકના અંતે હોય છે.
(૪) સમુચ્છિન્નક્રિયાનિવૃત્તિ શુક્લધ્યાનનો આ ચોથો અને અંતિમ ભેદ છે. જ્યારે જીવ કેવળી સમુઘાત કરીને સર્વ કર્મનો ક્ષય કરીને અયોગની સ્થિતિ પ્રાપ્ત કરે છે અર્થાત્ ૧૪મા અયોગી ગુણસ્થાનક પર પહોંચે છે. શુક્લધ્યાનની અતિ ઉત્કૃષ્ટ દશા છે. અહીં ત્રણે યોગ - માનસિક, વાચિક અને કાયિક ક્રિયાઓનો પૂર્ણપણે નિરોધ થાય છે. સર્વ ક્રિયાઓ સમુચ્છિન્ન અર્થાત્ નષ્ટ થાય છે એટલે અયોગી છે. પાંચ હૃસ્વા સ્વરના ઉચ્ચારણમાં એટલે એ, ઈ, , શ્વ, લુ આ પાંચ સ્વરોના ઉચ્ચાર કરવામાં જેટલો સમય લાગે કેવળ એટલો સમય આ ધ્યાનનો હોય છે આ એ સ્થિતિ છે જ્યાં વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય આ ચાર અઘાતી કર્મ જે બાકી રહેલાં હોય છે એનષ્ટ થઈ જાય છે અને કર્મબંધ રહિત શુદ્ધાત્મા ઊર્ધ્વગમન કરી લોકના અગ્રભાગમાં જ્યાં સિદ્ધશીલા છે ત્યાં સિદ્ધાત્મા તરીકે અવસ્થિત થાય છે. લોકના આગળ ધર્માસ્તિકાય વિદ્યમાન નથી. એટલે તેના આગળ ઊર્ધ્વગમન
આચાર્ય શુભચંદ્રરચિત ‘જ્ઞાનાર્ણવ”
૨૧૩