________________
થતું નથી. સિદ્ધ ભગવંત સર્વ પ્રકારનાં દુઃખ, જન્મ, જરા, મરણથી રહિત છે, શરીર રહિત છે, મનના વિકલ્પ રહિત છે. અનંતજ્ઞાન, અનંત આનંદ (સુખ) સહિત છે. આચાર્ય શુભચંદ્ર સિદ્ધાત્મા અર્થાત્ મોક્ષનું વર્ણન કરતાં કહે છે કે સિદ્ધ ભગવંતના અર્થાત્ મોક્ષના સુખનું વર્ણન કરવું શક્ય નથી છતાં એ પ્રયત્ન કરે છે. સમસ્ત દેવો અને મનુષ્ય ઇંદ્રિયોના વિષયોથી ઉત્પન્ન અને ઇંદ્રિયોને તૃપ્ત કરવા સમર્થ એવું નિરાબાધ સુખ વર્તમાનકાળમાં ભોગે છે, ભૂતકાળમાં ભોગવ્યું છે અને મનને પ્રસન્ન કરવાવાળું સુખ ભવિષ્યમાં ભોગવશે. એ સર્વ સુખોથી અનંતગણું અતીન્દ્રિય સુખ સિદ્ધ ભગવંત એક જ સમયમાં ભોગવે છે. એમનું સુખ નિરૂપમેય છે. ત્રણ જગતમાં સિદ્ધ ભગવંતના અનંત ગુણોનો અનંતમો અંશ પણ જગતના બીજા કોઈ પદાર્થમાં નથી. જેમ આકાશ અને કાલનો અંત કોઈ જાણી શકતું નથી તેમ એમના ગુણોનો અંત પણ કોઈ જાણી શકતું નથી. આવી રીતે આચાર્ય શુભચંદ્ર ધ્યાનથી પ્રાપ્ત થતા મોક્ષનું વર્ણન કર્યું છે.
૨૧૪
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષનીS