________________
કર્મોને ખપાવી યથાપ્રવૃત્તિકરણ કરે, એનાથી પણ આગળ પ્રગતિ કરી નિર્મળતા પ્રાપ્ત કરી, રાગદ્વેષની ગાંઠને ભેદે એટલે કે ગ્રંથિભેદ કરી અપૂર્વકરણ કરે. ગ્રંથિભેદ કર્યા પછી અપૂર્વ વીર્યોલ્લાસને પરિણામે અંતર્મુહૂર્તમાં અનિવૃત્તિકરણમાં જાય. જેને આનંદઘનજીએ ચરમક૨ણ કહ્યું છે. એટલે જીવ પરમપુદ્ગલ પરાવર્તમાં આવ્યા પછી ત્રીજું અનિવૃત્તિકરણ કરે ત્યારે તેની ભવપરિણતિ અર્થાત્ સંસા૨પરિણતિનો છેડો આવે, એનો દોષ ટળે અર્થાત્ ભય, ખેદ, દ્વેષ આદિ દોષો ટળે છે અને દૃષ્ટિ ખૂલે. આ દૃષ્ટિ એટલે આઠ યોગદૃષ્ટિ જે હરિભદ્રસૂરિએ એમના ગ્રંથ ‘યોગદૃષ્ટિસમુચ્ચય'માં જીવના ઉન્નતિક્રમમાં પણ બતાવી છે. જીવ આ યોગિક માર્ગે વિકાસક્રમ સાધતાં એક પછી એક આગળની દૃષ્ટિ પ્રાપ્ત કરે છે. ચાર દૃષ્ટિ પછી સ્થિરા નામની પાંચમી દૃષ્ટિ અને સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે.
આનંદઘનજી ૫ મા તીર્થંકર સુમતિનાથના સ્તવનમાં કહે છે કે સુમતિનાથના ચરણકમળમાં આત્માપર્ણ કરવું તે યોગની પ્રાથમિક ભૂમિકા છે. યોગમાર્ગ જાણવા પહેલાં, યોગમાર્ગમાં આગળ પ્રગતિ કરતા પહેલાં આત્માને ઓળખી લેવાનું કહે છે.
સુમતિ-ચરણ-કજ આતમ અર૫ણા, દ૨૫ણ જિમ અવિકાર, સુજ્ઞાની, મતિ ત૨૫ણ બહુસમ્મત જાણીએ, પરિસ૨૫ણ સુવિચાર સુજ્ઞાની. ।।૧।। સુમતિ...
ત્રિવિધ સકલ તનુધરગત આતમા, બહિરાતમ તનુ ભેદ સુજ્ઞાની; બીજો અંત૨ આતમા તીસો, પ૨માતમ અવિચ્છેદ, સુજ્ઞાની... ।।૨।। આતમબુદ્ધે કાયદિક ગ્રહ્યો, બહિરાતમ અઘરૂપ, સુજ્ઞાની; કાયદિકનો સાખીધર રહ્યો, અંતર આતમરૂપ સુજ્ઞાની... ||૩|| જ્ઞાનાનંદે પુરણ પાવનો, વરજિત સકલ ઉપાધિ, સુજ્ઞાની, અતદ્રિય ગુણગણમણિ આગરૂ, ઈમ પ૨માતમ સાધ સુજ્ઞાની... ।।૪ ।। બહિરાતમ તજી અંત૨ આતમ-રૂપ થઈ થિર ભાવ, સુજ્ઞાની, પ૨માતમનું હો આતમ ભાવવું, આતમ અરપણ દાવ સુજ્ઞાની...।૫।। સર્વ શરીરધારી જીવોમાં રહેલા આત્માઓ ત્રણ પ્રકા૨ના બતાવેલા છે (૧) બહિરાત્મા (૨) અંતરાત્મા (૩) પરમાત્મા.
આચાર્ય શુભચંદ્ર ‘જ્ઞાનાર્ણવ’માં આ ત્રણનું સ્વરૂપ બતાવે છે -
૨૨૮
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની