________________
પ્રતિભાસ થાય છે અને ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થાય છે. સંવર થઈ કર્મોની નિર્જરા થાય છે અને ઘાતી કર્મોનો નાશ થઈ અંતે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
(૩) રૂપસ્થ ધ્યાન : (ધર્મતીર્થના સંસ્થાપક) અરિહંત તીર્થંક૨ ૫૨માત્માના સ્વરૂપનું આલંબન લઈને જે ધ્યાન કરાય છે તે રૂપસ્થ ધ્યાન કહેવાય છે. તે વીતરાગ તીર્થંક૨ દેવ કેવા છે -
त्रैलोक्यानन्दबीजं जननजलनिधेर्यानपात्रं पवित्रं लोकालोकप्रदीपं स्फुरदमलशरच्चन्द्रकोटिप्रभाढ्यम् कस्यामप्यग्रकोटौ जगदखिलभतिक्रम्य लब्धप्रतिष्ठं देवं विश्वकनाथं शिवमजमनघं वीतरागं भजस्व ।। ३९.४६॥ જ્ઞાનાર્ણવ
અર્થ : હે મુનિ, તું વીતરાગ દેવનું જ ધ્યાન ક૨. વીતરાગ દેવ ત્રણ લોકના જીવોના આનંદના કારણ છે. સંસારરૂપ સમુદ્રથી પાર થવા જહાજ સમાન છે, પવિત્ર અર્થાત્ દ્રવ્યભાવ મલથી રહિત છે, લોક-અલોકમાં પ્રકાશ કરવા માટે દીપક સમાન છે, પ્રકાશમાન છે. કરોડો શરદપૂર્ણિમાના ચંદ્રમાની પ્રભાથી પણ અધિક પ્રભાના ધારક છે, જગતના અદ્વિતિય નાથ છે, શિવસ્વરૂપ છે, અજન્મા છે, પાપરહિત છે. આવા વીતરાગ દેવનું ધ્યાન કરો.
આગળ કહે છે કે ઘણા અન્યમતી જન્મ, જરા, મરણથી વ્યાપ્ત, રાગદ્વેષથી મૂર્છિત, સાધારણ મનુષ્યની જેમ ક્ષુધા, તૃષા આદિ અઢાર દોષો સહિત, સંયમ અને જ્ઞાનથી રહિત એવા આત્માને નામમાત્રથી સર્વજ્ઞ માને છે એ સર્વજ્ઞ ધ્યાન ક૨વાયોગ્ય નથી એટલે સર્વજ્ઞ ભગવાનનું ધ્યાન કરવાવાળા ઇચ્છુકે અન્ય મતોને છોડી, યુક્તિ અને આગમથી નિર્ણય કરી સર્વજ્ઞનો સમ્યક્ પ્રકારે નિશ્ચય કરવો જોઈએ. અંતે સર્વ દોષરહિત એવા સર્વજ્ઞ દેવ, અરિહંત પરમાત્માનું ધ્યાન કરવું જોઈએ. એ પરમાત્માના ધ્યાનમાં જ્યારે મગ્ન થાય, એમના ગુણોમાં લીન થાય, તો એમના આત્મા જેવા જ આપણા આત્માને ધ્યાવી એ આત્મા પણ ૫૨માત્મા બને.
(૪) રૂપાતીત ધ્યાન : ધ્યાન કરવાવાળા યોગી વીતરાગનું ધ્યાન કરતાં કરતાં કર્મોનો નાશ કરી પોતે વીતરાગ થાય છે. જે રાગીનું અવલંબન લઈને
૨૧૦
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની