________________
જીવના વિચાર્યા વગર જ અનેક વિકલ્પ ઉત્પન્ન થાય છે. આ વિકલ્પોના નિમિત્તથી ધ્યાનમાં સ્થિરતા આવતી નથી. એના માટે ચિંતવન કરીને ચિત્તને વશમાં કરવું જોઈએ. ધ્યાનમાં કોઈનું આલંબન લીધા વગર ચિત્ત નિશ્ચલ થતું નથી. એટલે આલંબન લેવા માટે પિંડસ્થ ધ્યાનમાં પૃથ્વી આદિ પાંચ પ્રકારની ધારણાની કલ્પના કરેલી છે. પ્રથમ પૃથ્વી સંબંધી ધારણાથી મનને સ્થિર કરે. પછી અગ્નિની ધારણાથી કર્મ અને શરીરને દગ્ધ કરવાની કલ્પના કરી મનને રોકે. એના પછી પવનની ધારણાની (મારુતિ ધારણા) કલ્પના કરી શરીર અને કર્મની ભસ્મને પવનથી ઉડાવી મનને સ્થિર કરે. એના પછી જલની ધારણામાં (વાણી) એ ભસ્મને અર્થાત્ કર્મમલને ધોવાની કલ્પના કરે, મનને રોકે, છેલ્લે શરીર અને કર્મથી રહિત શુદ્ધ જ્ઞાનાનંદમય આત્માની કલ્પના કરી મનને સ્થિર કરે. આવી રીતે મનને સ્થિર કરતાં કરતાં અભ્યાસ કરવાથી ધ્યાનનો દઢ અભ્યાસ થાય છે ત્યારે આત્મા શુક્લધ્યાનને પ્રાપ્ત કરે છે. ઘાતી કર્મોનો નાશ કરી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. અહીં આગળ કહે છે કે અન્યમતીમાં પણ ધ્યાન માટે પાર્થિવી આદિ ધારણાઓ કરવાનું કહ્યું છે, પરંતુ ત્યાં આત્મતત્ત્વનું યથાર્થ નિરૂપણ નથી થયું. લોકિક પ્રાપ્તિ (ચમત્કાર આદિ)ની થાય છે. પરંતુ મોક્ષપ્રાપ્તિ યથાર્થ તત્ત્વનું શ્રદ્ધાન, જ્ઞાન, આચરણ વગર થતી નથી.
જ્ઞાનાર્ણવ પૃ.૩૮૭, અનુવાદ : પન્નાલાલ બાલીવાલ (૨) પદસ્થ ધ્યાન: આ ધ્યાનમાં પવિત્ર મંત્રોનાં અક્ષરસ્વરૂપ પદોનું આલંબન લઈને ધ્યાન કરાય છે. આચાર્ય શુભચંદ્ર કઈ કઈ રીતે પદસ્થ ધ્યાન કરી શકાય એનું વર્ણન કર્યું છે. સર્વપ્રથમ વર્ણમાતૃકા અર્થાત્ સ્વર અને વ્યંજનોના સમૂહનું ચિંતવન કરવાનું કહે છે. કારણ કે વર્ણમાતૃકા સંપૂર્ણ શબ્દોની જન્મભૂમિ છે. એના પછી કેવળ સ્વર, પચ્ચીસ અક્ષર, અલગ અલગ વર્ણ વગેરેનું ધ્યાન કરવાનું કહે છે. એના પછી મંત્રરાજ હૈં, અનાહત મંત્ર , પ્રણવ મંત્ર ૐ આદિ મંત્રાલરનું ધ્યાન કેવી રીતે કરવું એનું ફળ બતાવે છે. એવી જ રીતે પંચપરમેષ્ઠી મહામંત્ર તેમજ આ પાંચ અક્ષરના સ્થાન પર ચિંતવન કરવાનું કહે છે.
આવી રીતે મુક્તિના ઇચ્છુકમુનિને આ મંત્રરૂપ પદોનો અભ્યાસ કરવાનું કહ્યું છે. આના અભ્યાસથી વિશુદ્ધતા વધે છે. ચિત્ત એકાગ્ર થઈ શુદ્ધ સ્વરૂપનો
આચાર્ય શુભચંદ્રરચિત ‘જ્ઞાનાર્ણવ’
૨૦૯